દેશ સહિત રાજ્યમાં છેલ્લા ૬૦ દિવસથી સતત લોકડાઉનની કેદને કારણે ગરીબો, શ્રમિકો, રોજનું કમાઈ રોજ ખાનારા વર્ગ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઈ છે. કોરોના કાબૂમાં આવતો નથી અને લોકડાઉન લંબાતું જતું હોવાથી હાલત ખૂબ જ કફોડી બનતી જાય છે. ઉક્ત તસવીર આવા જ એક ગરીબ પરિવારની સ્થિતિની દાસ્તાન રજૂ કરે છે. આ પરિવારની પુત્રીને અકસ્માત થતાં એક પગમાં ફ્રેક્ચર થયું હતું તેમને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ ઘરે જવું કઈ રીતે વાહનમાં જવા પૈસા ન હતા. આથી પેડલરિક્ષામાં બેસીને પરિવારને ઘરે જવાની ફરજ પડી હતી.