(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૯
૨૦૨૦માં રાજ્યમાં ૮૫૦૦ જેટલા લોકોએ પોતાનો જીવ લીધો હતો અને દેશના શહેરોમાં સૌથી વધુ આત્મહત્યાનો દર કોલ્લમમાં નોંધાયો હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં જણાવાયું છે. ૬૭૫૦ કેસો સાથે પુરૂષોએ સૌથી વધુ આત્મહત્યા કરી હતી જ્યારે સ્ત્રીઓમાં આ પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. સ્ત્રીઓમાં આત્મહત્યાના કુલ ૧૯૩૦ કેસ જોવા મળ્યા હતા. કોવિડ મહામારીના લીધે ઉદ્ભવેલ સ્થિતિના કારણે લોકડાઉન દરમ્યાન લોકોના વ્યવસાયો અને આજીવિકા રળવાની સમસ્યામાં વધારો થયો હતો. આ સમયગાળામાં ચિહ્નિત થયેલ ગંભીર સમસ્યા સાથે કેરળ કોવિડના ફેલાવા સાથે આત્મહત્યાના ૨૪ ટકાવારી સાથે પાંચમા ક્રમે હતું. કેરળમાં પણ કોલ્લમ વિસ્તારમાં ૨૦૨૦માં સૌથી વધુ ૪૮૮ લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હોવાનું આંકડા દર્શાવે છે. જ્યારે તેની સરખામણીએ ૨૦૧૯માં ૪૫૭ લોકો મૃત્યુ પામ્યા હતા. કોલ્લમ શહેરમાં આત્મહત્યાનો દેશના અન્ય શહેરો કરતા વધુ ૪૪ જોવા મળ્યો જે દેશમાં સૌથી વધુ દર દર્શાવે છે. રાજ્યમાં બેરોજગારીના કારણે આત્મહત્યાના દરોમાં વધારો જોવા મળ્યો હતો. કારણ કે, તેમાંથી ૧૭૬૯ લોકોએ આત્યંતિક પગલુભર્યું હતું. આ આંકડો આવા કુલ કેસોમાં ૧૧.૩ ટકા જેટલો છે જે આ રાજ્યને યાદીમાં મહારાષ્ટ્ર પછીના નંબરે લઈ જાય છે. આ સમયગાળા દરમિયાન અનુભવાયેલી આર્થિક બરબાદીનું સૂચક શું હોઈ શકે ૨૪૯૬ દૈનિક વેતન મેળવનારાઓએ મૃત્યુ પસંદ કર્યું જ્યારે ૮૯૩ સ્વ-રોજગારી વ્યક્તિઓ અને ૪૪૮ જેટલા નાના વ્યવસાયોમાં રોકાયેલા લોકોએ આર્થિક ભીંસને પગલે આત્મહત્યાનું પગલુભર્યું. આ વર્ષ ખેત મજૂરો અને ખેડૂતો માટે પણ મુશ્કેલ રહ્યું કારણ કે, ખેતી સંબંધિત લોકોમાંથી ૭૯૬ લોકોએ આત્મહત્યા કરી હતી. ગૃહિણીઓમાં આ આંકડો ૯૦૮નો જોવા મળે છે જ્યારે ૮૦૩ જેટલા પગારદાર વ્યક્તિઓએ અને ૫૯૩ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ પણ આ સમયગાળા દરમિયાન આત્યંતિક પગલુભર્યું હતું. એનસીઆરબીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સૌથી વધુ સંખ્યામાં આપઘાત થવાના કારણમાં કૌટુંબિક સમસ્યા છે. આમ આત્મહત્યા કરવાના અનેક કારણો જોવા મળ્યા. કુલ ૩૫૭૫ જેટલી આત્મહત્યાના આંકડો જોવા મળ્યો હતો, જેમાં ૧૯૩૩ લોકો જે વિવિધ રોગોથી પીડિત હતા તેઓએ પણ રોગથી કંટાળીને પોતાની જીવ લીધો, જેમાં માનસિક બીમારી (૯૯૭), ડ્રગ્સનો દુરૂપયોગ (૬૯૨) અને લાંબા સમય સુધી ચાલતા રોગો (૬૮૮)માં મુખ્ય કારણો આત્મહત્યાના રહ્યા. વાર્ષિક આવક ઓછી હોવાના કારણે પણ આત્મહત્યા કરી હોય તેવા લોકોની સંખ્યા પણ ઓછી નથી. એક સર્વે મુજબ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા લોકોમાં ૩૧૫૦ જેટલા લોકોએ દસમા સુધી જ્યારે ૧૬૦૩ લોકોએ બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હોવાનું માલૂમ પડ્યું.
Recent Comments