સુરત, તા.ર૮
અઠવા ગેટ વિસ્તારમાં ટોળે વળી ગપ્પા મારનાર ત્રણ વૃદ્ધ સહિત પાંચ વિરૂદ્ધ ઉમરા પોલીસે એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.લોકો હજી પણ લોકડાઉનને ગંભીરતાથી નહીં લઈ રહ્યા હોવાથી પોલીસે હવેથી લોકડાઉનનો કડકપણે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પોલીસ હવે વૃદ્ધો વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે. જે અંતર્ગત શહેર પોલીસના ટ્રાફિક ડીસીપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને કોલ આપવામાં આવ્યો હતો કે, અઠવા ગેટ ધીરજ સન્સ નજીક દિવાળી બાગ ડેરી કોર્નરની ગલીમાં લોકો એકઠા થયેલા છે. જેથી પોલીસ તુરંત જ ત્યાં ધસી ગઇ હતી અને ટોળે વળી ગપ્પા મારી રહેલા પ્રકાશ ગગનદાસ શાહ (ઉ.વ. ૬૫), અલકાબેન ઉર્ફે ગીતા પ્રકાશ શાહ (ઉ.વ. ૫૫) (બંન્ને રહે. આલીશાન એપાર્ટમેન્ટ, અઠવાગેટ) ઉપરાંત રાજેન્દ્ર હરકિશન અગ્રવાલ (ઉ.વ. ૬૫રહે. વિરાટ એપાર્ટમેન્ટ, અઠવા ગેટ), જીગ્નેશન રવિ સાંઘાણી (ઉ.વ. ૪૦), શ્રેયસ અમરસિંગ ચૌધરી (ઉ.વ. ૩૬) (બંન્ને રહે. પ્રિન્સ એપાર્ટમેન્ટ, અઠવા ગેટ) વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.