(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દેશમાં કોરોના વાયરસને પગલે તાળાબંધી દરમિયાન કામ ધંધા રોજગાર બધં પડી જવાથી કંપનીઓને મોદી સરકારે તાળાબંધી દરમિયાન પણ કર્મચારીઓને વેતન આપવાનું ચાલુ જ રાખવાનો આદેશ કર્યો હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે આ આદેશ પાછો ખેંચી લીધો છે. સુપ્રીમે મનાઈ ફરમાવ્યા બાદ સરકારને પીછેહટ કરવી પડી હતી. હવે ૧૭મી મેના રોજ અપાયેલા નવા દિશા-નિર્દેશોમાં કેન્દ્ર સરકારે આ વાતનો ઉલ્લેખ કર્યો નથી અને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. હવે દેશની કંપનીઓ તાળાબંધી દરમિયાન પણ પોતાના કર્મચારીઓને વેતન આપવા માટે બંધાયેલી રહેતી નથી અને આ નિયમમાંથી તેને મુકિત મળે છે. ગત ૨૯મી માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા લોકડાઉનના દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા અને તેમાં એવો ઉલ્લેખ હતો કે તાળાબંધી દરમિયાન પણ કંપનીઓએ કર્મચારીઓને વેતન આપવાનું ચાલુ જ રાખવું પડશે. હવે દેશમાં તાળાબંધીનો ચોથો તબક્કો શરૂ થયો છે પરંતુ તેમાં ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અને ત્યાર બાદ રાય સરકારો દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી અને તેમાં કર્મચારીઓને વેતન ફરજિયાત આપતા રહેવાનો આદેશ પાછો ખેંચવામાં આવતા કંપનીઓને મોટી રાહત મળી છે.
લોકડાઉનમાં કર્મચારીઓને વેતન ચાલુ રાખવાનો આદેશ સરકારે પાછો ખેંચ્યો

Recent Comments