અમદાવાદ,તા.૧૪
રાજયમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે માર્ચથી મે માસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. જેને પગલે લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે હવે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનને લોકડાઉનમાં ૧૦૮૭પ જેટલા ઘરેલું હિંસાને લગતા કોલ આવ્યા હતા. એટલે કે લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વિગતવાર વાત કરીએ તો રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ્‌” મહિલા હેલ્પ લાઈન કાર્યરત છે. આ હેલ્પલાઈન દ્વારા પીડિત મહિલા કે યુવતીને ઘેર બેઠા ફોન કોલ દ્વારા કાઉન્સેલિંગ, માહિતી તેમજ ગંભીર સંજોગોમાં ઘરના સ્થળ ઉપર જ રેસ્ક્યુ વાન થકી ત્વરિત મદદ મળી રહે તે માટે ઈમરજન્સી કમાન્ડ સેન્ટર તથા જિલ્લાઓ ખાતેની ૪૭ રેસ્ક્યુ વાન સહિત ૨૪ ટ ૭ સેવા સમગ્ર રાજયમાં ઉપલબ્ધ કરાઈ છે. લોકડાઉનના સમયગાળામાં માર્ચથી તા.૧૧ જૂન-૨૦૨૦ દરમિયાન કુલ ૨૪૪૪૧ સર્વિસ કોલ મળ્યા હતા. જે પૈકી ૧૦૮૭૫ જેટલાં ઘરેલું હિંસાને લગતા મદદ માટેના કોલને સફળતાપૂર્વક પ્રતિસાદ આપ્યો છે . જાન્યુઆરી-૨૦ થી મે-૨૦ સુધી પાંચ માસના સમયગાળામાં ૫૧,૩૭૨ મહિલાઓએ વિકટ પરિસ્થિતિમાં સલાહ ,બચાવ અને માર્ગદર્શન માટે ૧૮૧ હેલ્પલાઈનની મદદ લીધી છે. જે પૈકી ૧૯,૦૪૪ સર્વિસ કોલ ઘરેલુ હિંસાને લગતા મદદ માટેના કોલને સફળતાપૂર્વક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આવી તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલર જઇને મહિલાઓને મદદ પૂરી પાડી છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદગીના રાજયની ૧૮૧ મહિલા હેલ્પ લાઈનનો રેપીડ એસેસમેન્ટ વર્ષ ૨૦૧૯ માં હાથ ધરવામાં આવ્યો હતો . જેમાં ગુજરાત રાજયની ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની કામગીરીને સમગ્ર દેશના રાજયોમાં બીજા ક્રમે સ્થાન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષના સમયગાળામાં તાકિદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ્‌ ટીમ દ્વારા ૧,૪૨,૨૪૯ મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી છે. ૮૭,૧૫૧ જેટલાં કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસોનો નિકાલ કરવામાં આપ્યો છે.