અમદાવાદ શહેરમાં એકતરફ રેડઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનના નામે લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ નદી પારના પશ્ચિમના વિસ્તારો કે જ્યાં જુદા-જુદા વિસ્તારોમાં કોવિડ-૧૯ના અસંખ્ય કેસો બહાર આવ્યા છે અને છેલ્લા ર૪ કલાકમાં કેસોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં ત્યાં લોકડાઉનમાં છૂટછાટ અપાતા લોકોએ કેદમાંથી મુક્ત થયા હોય તેમ મોટી સંખ્યામાં અવરજવર શરૂ કરી દીધી હતી. અમદાવાદના પૂર્વ-પશ્ચિમને જોડતા બ્રિજ પૈકી માત્ર બે જ બ્રિજ એલિસબ્રિજ અને વિશાલાબ્રિજ ખુલ્લા હોવાથી એલિસબ્રિજ પર બુધવારના રોજ ચક્કાજામ ટ્રાફિક થઈ ગયો હતો. પરિણામે આ ટ્રાફિકમાં બે એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.