અમદાવાદ, તા. ૨૯
લોકડાઉનના લીધે ૫૦૦ જેટલા ગુજરાતના લોકો રાજસ્થાનના જાલોર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફસાયેલા હતા તે લોકોને રાજસ્થાન સરકાર દારા સાંચોર થઈને ગુજરાતની નેનાવા બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા. નેનાવા બોર્ડર પર બનાસકાંઠાના વહીવટી તંત્ર દવારા તમામ લોકોને રિસીવ કરી તેમનું સ્કેનિગ કરી તેમને માસ્ક અને સૂકો નાસ્તો આપી જે જિલ્લામાં જવું હોય તે જિલ્લામાં ડીસા ડેપોની બસો દ્વારા મુકવામાં આવ્યા હતાંરાજસ્થાનથી રિસીવ કરાયેલા તમામ લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસ.ટી. ને જવાબદારી સોપાઈ છે.
લોકડાઉનમાં રાજસ્થાનમાં ફસાયેલ પ૦૦ લોકો ગુજરાત આવ્યા

Recent Comments