મોરબી, તા.ર૭
કોરોના લોકડાઉનને પગલે આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાને સહાય કરવામાં આવે તેમજ પ્રજાની અન્ય સમસ્યાઓ સહિતની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે.
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્‌સ એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેટલીક માંગ કરવામાં આવી છે જેમાં માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૦ સુધીના તમામ લોકોના લાઈટ બીલ માફ કરવામાં આવે. ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોને પાણીવેરા અને મિલકત વેરા માફ કરાય તેમજ નાના વેપારીઓના મિલકત વેરા માફ કરવામાં આવે. શાળા તેમજ કોલેજોની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે. લાંબા લોકડાઉનને પગલે ખેડૂતોએ લીધેલ કૃષિ ધિરાણ ભરવાની જોગવાઈઓ ના હોય જેનું દેવું માફ કરવામાં આવે અથવા તો જુનું એમ જ વ્યાજ વગર ઉભું રાખીને નવું ધિરાણ આપવામાં આવે. નાના ધંધાર્થીઓને લોન આપવાની પ્રક્રીયા સરળ કરવામાં આવે આમ વર્તમાન સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સ્વમાનભેર જીવી સકે તેવો અભિગમ રાખીને સહાયક યોજના દ્વારા મદદ મળે તેવી વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. આવેદન આપતી વેળાએ સંસ્થા અગ્રણી કાન્તિલાલ બાવરવા, નાથાભાઈ ડાભી, લલીતભાઈ કાસુન્દ્રા, વિજયભાઈ કોટડિયા, રામભાઈ રબારી, કુલદીપસિંહ જાડેજા, ભાવેશભાઈ સાવરીયા, સુરેશભાઈ સીરોહિયા, હસુભાઈ પટેલ અને રાજુભાઈ કાવર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.