(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન રેલવેની મુસાફરી દ્વારા તેમના ગંતવ્ય પર જવા માટે એપ્રિલમાં ટીકિટ બુક કરાવનારાઓને ભારતીય રેલવેએ મોટી રાહત આપી છે. રેલવે મંત્રાલયે મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે મુસાફરોને કોરોના સમયગાળા દરમિયાન નિયમિત સમય ટેબલ પર દોડતી ટ્રેનો માટે ૧૪ એપ્રિલ, ૨૦૨૦ પર અથવા તે પહેલાં બુક કરાવેલી તમામ ટિકિટના સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આનો અર્થ એ કે જો કોઈ મુસાફરે નિયમિત ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હોય, તો આઈઆરસીટીસી તેને ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. કોરોનાને કારણે ટ્રેનો રદ કરવામાં આવી હતી. કોરોના વાયરસને કારણે ૨૫ માર્ચ, ૨૦૨૦ના રોજ દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને માર્ગ, રેલ અને હવાઈ પરિવહન અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું હતું. લોકડાઉન પહેલાં, આઈઆરસીટીસી જેમણે ૧૪ એપ્રિલ ૨૦૨૦ પર અથવા તે પહેલાં ટ્રેનની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી તેમની સંપૂર્ણ રકમ પરત કરશે. આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે દ્વારા સિસ્ટમમાં ટ્રેન રદ થયા બાદ મુસાફરો માટેની ટિકિટની સંપૂર્ણ રકમનું આપોઆપ રિફંડ શરૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર તાત્કાલિક મુસાફરી માટે વિશેષ ટ્રેનોને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે તાત્કાલિક મુસાફરી માટે ૨૩૦ વિશેષ ટ્રેનોનું સંચાલન ચાલુ રાખશે. કોરોના વાયરસના ચેપના ફેલાવાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ ૧૫ એપ્રિલ, ૨૦૨૦ પહેલા નિયમિત ટ્રેન સેવાઓમાં આરક્ષણ ટિકિટો સ્થગિત કરી દીધી હતી. લોકડાઉન પછી, ૨૫ માર્ચથી રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની તમામ નિયમિત ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. ઉત્તર રેલવેએ આ ટ્રેનોના રૂટો બદલ્યા છે. માળખાગત સુવિધામાં સુધારો થતાં ઉત્તર રેલવેએ બિહાર સંપર્ક ક્રાંતિ, શહીદ એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા છે અને કેટલીક રદ કરવામાં આવી છે. ઉત્તર રેલવે દ્વારા જારી કરવામાં આવેલી ટ્રેનોની સૂચિ મુજબ, અમૃતસરથી જયનગર જતી ૦૪૬૭૪ શહીદ એક્સપ્રેસ ૨૧, ૨૩, ૨૫ અને ૨૬ જૂને જયનગરની જગ્યાએ સમસ્તીપુર આવશે. તે જ સમયે, શહીદ એક્સપ્રેસ ૦૪૬૭૩ (જયનગરથી અમૃતસર) ૨૪, ૨૫ અને ૨૭ જૂને જયનગરને બદલે સમસ્તીપુરથી ઉપડશે. યાદી મુજબ, સરયુ યમુના એક્સપ્રેસ (ટ્રેન નંબર ૦૪૬૫૦ અને ૦૪૬૪૯) ૨૨, ૨૩, ૨૪, ૨૬ અને ૨૮ જૂને સમસ્તીપુર જશે અને ત્યાંથી પણ ઉપડશે. બિહાર જતા મુસાફરો માટે મોટી માહિતી સમાન એક બાબત એ છે કે નવી દિલ્હી આવતા બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (૦૨૫૬૫)નો માર્ગ પણ ફેરવવામાં આવ્યો છે. આ ટ્રેન સમસ્તપુરથી ૨૩થી ૨૮ જૂન સુધી દોડશે નહીં. બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો નવો રૂટ થોડા દિવસોથી દરભંગા-નરકતીયાગંજ થઈને ગોરખપુર તરફ ફેરવાયો છે. તેવી જ રીતે, દિલ્હી-દરભંગા સુપરફાસ્ટ ગોરખપુર ટ્રેન (૦૨૫૬૬) ૨૨થી ૨૭ જૂન સુધી સમસ્તીપુર, મુઝફ્‌ફરપુર, હાજીપુરથી નહીં આવે. આ સમય દરમિયાન ટ્રેન નરકતીયાગંજથી સીધા દરભંગા તરફ જશે.