(એજન્સી)તા.ર૪
દેશમાં લોકડાઉનમાં છૂટ પછી ૧૭ર૩ના નમૂનાના આકારની વચ્ચે આયોજીત આઈએએનએસ-સીવોટર કોરોના ટ્રેકર મુજબ પાંચ લોકોમાંથી એક બેરોજગાર છે. સર્વે મુજબ ર૧.પ૭ ટકા લોકોએ કાં તો સંપૂર્ણપણે કામ બંધ કરી દીધું છે કાં કામથી બહાર છે. સર્વેએ આ પણ સંકેત આપ્યા કે રપ.૯ર ટકા લોકો અત્યારે પણ તે જ આવક અથવા વેતનની સાથે નિયમો અને સુરક્ષા ઉપાયો હેઠળ કામ કરી રહ્યા છે. જ્યારે ૭.૦૯ ટકા લોકો વેતનમાં કોઈપણ કાપ કર્યા વિના ઘરથી કામ કરી રહ્યા છે.
રાષ્ટ્રવ્યાપી લોકડાઉન : કેન્દ્ર સરકારે રપ માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. જ્યારે અનલોકની પ્રક્રિયા ૧ જૂનથી શરૂ કરવામાં આવી હતી. આ સર્વેક્ષણ ર૪ જૂનથી રર જુલાઈ સુધી કરવામાં આવ્યું હતું. જે પરિવારના મુખ્ય વેતન મેળવવાની સ્થિતિ પર કેન્દ્રિત હતા. સર્વે મુજબ ૮.૩૩ ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે, જ્યારે ૮ ટકા લોકો જે ઘરથી કામ કરી રહ્યા છે તેમના વેતનમાં કાપ અથવા આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો.
કોઈ આવક માટે : સર્વેમાં આ પણ સંકેત આપવામાં આવ્યા કે દેશમાં ૬.૧ર ટકા લોકોને લોકડાઉનમાં છૂટ પછી કોઈ આવક થઈ નથી. જ્યારે ૧.ર૦ ટકા લોકો અત્યારે પણ કામ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ વેતન મળી રહ્યું નથી. હાલના સર્વે તારણ અને અંદાજ ૧૮ વર્ષથી ઉપરના વયસ્કોની વચ્ચે આયોજીત સીવીઓટર દૈનિક ટ્રેકિંગ પોલ પર આધારિત છે.