અમદાવાદ,તા.૨૫
કેન્દ્ર સરકાર દ્વારા દુકાનો ખોલવાની છૂટ મામલે સીએમ વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં શરતોને આધીન દુકાનો ખુલશે. નાના-મોટા દુકાનદારો, ધંધા-વ્યવસાયકારોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. ત્યારે બીજી તરફ રાજય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે એસટી બસોને તૈયાર રાખવાના આદેશ એસટી નિગમને અપાયા છે. લોકડાઉન પૂર્ણ થતાં જ પ્રાથમિકતાના ધોરણે મજૂરો-શ્રમિકોને ઘરવાપસી કરાવવા કેન્દ્ર સરકારે રાજય સરકારો સાથે મહ્‌ત્વપૂર્ણ ચર્ચા વિચારણા અને આયોજન હાથ ધર્યા છે. જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પણ તૈયારી કરી રાખી છે. જેમાં ભુજ એસટી ડેપોને ૧૦૦ બસ તૈયાર કરવા સૂચના જારી કરાઇ છે, અહીંથી બે બસ મહુવાથી મધ્યપ્રદેશ જશે. તો આ જ પ્રકારે, સુરત એસટી વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ અપાયો છે તો, લોકડાઉન વચ્ચે કચ્છમાં ૧૦૦ એસટી બસને તૈયાર રાખવા આદેશ અપાયો છે. કચ્છ એસટી વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. ભુજ એસટી ડેપોને ૧૦૦ બસ તૈયાર કરવા સૂચના અપાઇ છે. આ સાથે જ ૨૦૦ ડ્રાઇવરને હાજર રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દરેક બસ દીઠ બે ડ્રાઇવર તૈયાર રાખવા કહેવાયું છે. કોરોનાને લઇ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. તો ભાવનગર ૧૦૦ એસટી બસો સ્ટેન્ડબાય રાખવાના પણ આદેશ અપાયા છે. આજે સાંજે બે બસ મહુવાથી મધ્યપ્રદેશ જશે. મહુવામાં ફસાયેલા મધ્યપ્રદેશના ૨૭, બોટાદથી ૭ લોકોને લઈને જશે. મધ્યપ્રદેશ માટે એસટી બસ ગુજરાતની બોર્ડર સુધી જશે. સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરાશે. મધ્યપ્રદેશના શ્રમિકો માટે ખાસ બે બસ ફાળવવામાં આવી છે. સુરત એસટી વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવા આદેશ અપાયા છે. ૫૦ એસટી બસોને સેનેટાઇઝ કરાઇ રહી છે. એસટી નિગમ દ્વારા ડ્રાયવરોને સ્ટેન્ડ ટૂ રહેવા આદેશ અપાયો છે. આગામી દિવસોમાં વધુ એસટી બસોનો ઉપયોગ થઇ શકે છે. લોકડાઉન પૂૂર્ણ થાય કે તરત જ પ્રાથમિકતાના ધોરણે મજૂરો-શ્રમિકોને વતનવાપસી કરાવવાનું આયોજન ચાલી રહ્યું છે.