અમદાવાદ, તા.૧૪
કોરોનાને કારણે રાજ્યભરમાં હાલ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. ત્યારે લોકડાઉન-૩ બાદ લોકડાઉન-૪ પણ આવશે તેવા સંકેત વડાપ્રધાન મોદીએ આપ્યા છે. જો કે, લોકડાઉન-૪માં અનેક પ્રકારની હળવાશ આપવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં એસટી બસની સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉનને પરિણામે અનેક સેવાઓ બંધ કરવામાં આવી હતી, જેમાં એસટી બસની સેવા પણ હતી. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તેને યોગ્ય પગલું પણ ગણાવી શકાય. આ સ્થિતિમાં લોકડાઉન-એક, બે અને ત્રણમાં પણ યથાવત્ રહેતા હાલ એસટી બસ સેવા સંપૂર્ણ બંધ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકડાઉન-૪ના પણ સંકેત આપી દીધા છે. જો કે, આ લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની હળવાશ આપવામાં આવશે અને ધીમે-ધીમે કોચના સામેની લડત ચાલુ રાખી જનજીવન પુનઃ ધબકતું કરવા અને અમુક વિસ્તારોમાં સ્થિતિ મુજબ લોકડાઉનમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવશે એ મુજબ રાજ્ય સરકારે એસટી બસની સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ બસ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોેડાવવામાં આવશે નહીં. જો કે, તેની હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, આમ લોકડાઉન-૪થી ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ સેવા શરૂ થઈ શકશે. એટલે કે, ગ્રીન ઝોનમાંથી ગ્રીન ઝોનમાં અને ઓરેન્જ ઝોનમાંથી ઓરેન્જ ઝોનવાળા જિલ્લામાં જ બસ અવરજવર કરી શકશે. આ સિવાય બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે આવતા રેડ ઝોન જિલ્લામાંથી બસો પસાર થઈ શકશે નહીં ટૂંકમાં સ્થિતિ મુજબ એસટી બસો દોડાવાશે.
લોકડાઉન-૪ : ગુજરાતમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં એસટી બસો શરૂ થવાની શક્યતા

Recent Comments