(એજન્સી) મુંબઈ, તા.૧૧
લોકોને કહેવું કે તેઓએ નવા નાગરિકતા સુધારા કાયદાથી ભયભીત થવાની જરૂર નથી. આ હકીકત અતાર્કિક છે. કારણ કે આ ભય તમે (સરકારે) જ ઊભો કરેલ છે. બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત થનાર મુખ્ય ન્યાયાધીશે દેશભરમાં થઈ રહેલ સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધો સામે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.
ફ્રી પ્રેસ જનરલને અપાયેલ એક ઈન્ટરવ્યુમાં જજ નંદરાજોગે કહ્યું કે એનપીઆર દ્વારા અડધી નુકસાની થઈ છે કેમ કે લોકોને ભય છે કે હવે સરકારનું આગામી પગલું એનઆરસી હશે. સરકાર લોકોને જવાબદેહ છે એ માટે એમણે પારદર્શી રહેવું જોઈએ. સરકારે પારદર્શી રહેવું જોઈએ અને એના નિયમો ઘડવા જોઈએ કે એમને કયા પુરાવાઓ જોઈએ છે પણ આ કરવાના બદલે સરકારે એનપીઆર લાવી અડધું નુકસાન તો કરી દીધું છે. એમણે સીએએ-એનઆરસી-એનપીઆર સામે ફેલાયેલ ભય અને વિરોધ પક્ષો માટે કહ્યું કે આ મુદ્દે વિચારવાના બે માર્ગો છે એક તર્ક ધરાવતો કારણ શું એ બંધારણના પરીક્ષણમાંથી પસાર થઈ શકશે જેમ કે બંધારણના અનુચ્છેદ ર૧ અને ૧૪ સિવાયના બધા અનુચ્છેદો ફકત ભારતના નાગરિકોને લાગુ પડે છે. એ માટે જેઓ ભારતીય નાગરિકો નથી એમને ઈમીગ્રેટ ગણવામાં આવશે અને તેઓ ભેદભાવનો દાવો નહીં કરી શકે. બીજો માર્ગ બંધારણના મૂલ્યોને ધ્યાનમાં લેવાનું છે જે બંધારણની ટેકનિકલ ભાષાથી મૂલ્યો વિરૂદ્ધ છે. જજ નંદરાજોગના કહેવા મુજબ નાગરિકોએ વિરોધ કરતા પહેલા સરકાર દ્વારા એનઆરસી માટે પ્રકાશિત થનાર નિયમોની રાહ જોવી જોઈતી હતી પણ એ સાથે બીજી બાજુ મારા મતે લોકો આસામમાં જે થયું એ જોઈ ભયભીત છે જ્યાં લાખો લોકોને વિદેશી ગણવામાં આવ્યું અને વધુમાં કોર્ટો જણાવે છે કે આધાર, પાન, મતદાર ઓળખ પત્ર વગરે નાગરિકતાના પુરાવાઓ નથી. આ જોઈ લોકો વિચારે છે કે તો પછી નાગરિકતાના પુરાવાઓ કયા ?