(એજન્સી) તા.૪
લોકોને ઘણીવાર ભોજન વગર ચલાવી લેવું પડે છે. લોકડાઉનના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલ ટેલિફોન સર્વે દ્વારા ૬૮ ટકા પરિવારોએ જણાવ્યું હતું કે તેમની આવકમાં જંગી ઘટાડો થયો છે. લોકડાઉનની અસર જાણવા અને તેમને પ્રાપ્ત થયેલ સરકારી સહાય અંગે જાણકારી મેળવવા વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા એક ઝડપી ફોન સર્વે જુલાઇમાં ૧૧૫ ઘરોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
ઉ.પ્ર.ના સોમભદ્ર જિલ્લામાં ભિસુરે ગામમાં એક નાની દુકાનના માલિકે જણાવ્યું હતું કે તેઓ તેમના ગામમાં ગરીબ લોકોને લોન આપતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ ગામમાં એવા કેટલાય લોકો છે કે જેઓ સવારે ભોજન લેતાં તો સાંજનું ભોજન વગર ચલાવી લેતાં અને જો તેમને સાંજનું ભોજન મળ્યું હોય તો બીજા દિવસે સવારે ભોજન લેતાં નહીં.
અગાઉ ઉ.પ્ર., ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મ.પ્ર., ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં માર્ચ-એપ્રિલ, મે-જુલાઇમાં હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણનો આ ત્રીજો દૌૈર હતો. જુલાઇમાં ખાસ કરીને નાના બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. ઘેરી બનતી મંદી અને ભૂખમરાના અહેવાલની પૃષ્ઠભૂમિમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દબાણ હેઠળ સરકારે જાહેર વિતરણ સિસ્ટમ પર અનાજની પ્રાપ્તિ બમણી કરી હતી. રૂા.૫૦૦થી રૂા.૧૦૦૦ વચ્ચે મહિલાઓના જનધન એકાઉન્ટ અને સોશિયલ સુરક્ષા પેન્શનરોના એકાઉન્ટમાં નજીવી રોકડ રકમ ટ્રાન્સફર કરવામાં ંઆવી હતી અને મનરેગા માટે રૂા.૪૦૦૦૦ કરોડનું વધારાનું ભંડળ ફાળવવામાં આવ્યું હતું પરંતુ આ પગલા અપ્રયાપ્ત જોવા મળ્યાં છે અને તેમાં મોટા પાયે ગેરવહીવટ બહાર આવ્યો છે.
૬૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી તેમની આવકમાં જંગી ઘટાડો થયો છે. આવક ઘટાડા ઉપરાંત ૨૦ ટકા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને તેમને આ માટે તેમની ટકાઉ ચીજવસ્તુઓ વેચવાની અથવા લોન લેવાની ફરજ પડી હતી. કેટલાકે પોતાના મોટરસાયકલ અને ઝવેરાત વેચી દેવા પડ્યાં હતાં. આથી લોકોની માગણી છે કે જાહેર વિતરણ પ્રણાલિનું સાર્વત્રિકરણ કરવાની તાકિદની જરુર છે અને સાથે સાથે લોકોને મનરેગાના પગારની ચૂકવણી સમયસર થાય તે પણ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે.