અમદાવાદ, તા.૭
એલઆરડી મેરિટ લિસ્ટ મામલે શરૂ થયેલું મહિલા ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બનતા મહિલા ઉમેદવારોએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે મહિલા ઉમેદવારને ધક્કા મારી બળજબરીપૂર્વક પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી લેવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે, ત્યારે બીજી તરફ આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોક રક્ષક ભરતીમાં કોઈને અન્યાય નહીં થાય તેવું જણાવી લોક રક્ષક ઉમેદવારોના રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આ મુદ્દે સરકાર બે ધારી નીતિ અપનાવતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોક રક્ષકની ભરતીમાં કોઈને અન્યાય નહીં થાય અને અનામતના મળવાપાત્ર લાભથી કોઈ સમાજ વંચિત ન રહે તેે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે, તેમ જણાવી કેટલીક મહિલાઓ આંદોલનો કરી રહી છે. આ સંદર્ભે મંત્રીએ કહ્યું હતું કે, કોઈપણને આરક્ષણની બાબતમાં અન્યાય ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ચારણ, ભરવાડ અને રબારી સમાજના સંદર્ભમાં વિશ્લેષણ સમિતિના નિર્ણયો સામે અને મહિલાઓને અનામત અંગે હાઈકોર્ટના ચુકાદાના અર્થઘટન સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં કોઈ સમાજને નુકસાન ન થાય અને આ સંદર્ભમાં કોઈ ક્ષતિઓ હશે તો તેને નિવારવા સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે.
લોક રક્ષકની ભરતીમાં કોઈને અન્યાય નહીં થાય : ગૃહ રાજ્યમંત્રી

Recent Comments