(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિ. એમ.થૈન્નારસને આજે વર્ષ ૨૦૧૭-૧૮નું સુધારેલું તેમજ ૨૦૧૮-૧૯નું ડ્રાફટ બજેટ રજૂ કરતાં જેમાં વેરા વધારા સાથે રૂા.૫૩૭૮ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું હતું. વર્ષો બાદ મનપા દ્વારા ડ્રાફટ બજેટમાં મિલ્કત વેરામાં ધરખમ વધારો કરતાં જેમાં રહેણાંક મિલ્કતોમાં ૪૦ ટકા અને બિન-રહેણાંક મિલ્કતમાં ૧૦ ટકા જેટલો વધારો સુરતીજનો ઉપર ઝીંકાયો હતો. યુઝર્સ ચાર્જીસમાં ૩૩૬ કરોડ અને મિલ્કત વેરામાં ર૦૭ કરોડનો વધારો કરવામાં આવ્યો હોવાનું પણ મ્યુ. કમિ.એ જણાવ્યું હતું. મનપાના આ બજેટમાં કુલ કેપિટલ બજેટ રૂા.૨૪૦૭ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેમાં રૂા.૧૬૩૦ કરોડનો કુલ ૪૩૩ જેટલા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું મ્યુ. કમિ.એ વધુમાં જણાવ્યું હતું.
આજરોજ મહાનગર પાલિકામાં મ્યુ.કમિ. પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષના બજેટમાં ખાસ કરીને વિકાસ કામોની પ્રતિબદ્વતા સાથે માળખાગત સુવિધાના વિકાસ ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. સીટી બ્યુટીફીકેશન સ્ક્રીલ અપગ્રેડેશન, સામાજિક સુરક્ષા, પર્યાવરણ માટેના સઘન પગલાંનો સમાવેશ કરાયો છે. તેમજ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા વપરાશની પદ્વતિ વિકસાવવા સોલર રૂકટોપ સિસ્ટમનો અમલ પણ કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિ.એ જણાવી વધુમાં કહેલ કે વર્ષ ૨૦૧૭-૧૮નું સુધારેલું અંદાજપત્ર અને નવા નવા વર્ષ ૨૦૧૮-૧૯નું ડ્રાફ્ટ બજેટમાં અનેક જોગવાઈ સાથે વેરામાં ધરખમ વધારો સૂચવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં મિલકત વેરામાં ૭૮૮ કરોડની સામે નવા નાણાંકીય વર્ષમાં ધરખમ વધારા સાથે રૂા.૧૧૯૯ કરોડનો સૂચવી સુરતની ર્પ્રજાના માથે ભાર વધારી દીધું છે. વ્યવસાય વેરો ૧૪૩.૩૨ કરોડ, પરિવહન ચાર્જ ૮૦ કરોડ મળી કુલ રૂા.૧૪૨૨.૩૨ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. મિલ્કત વેરા (યુઝર્સ ચાર્જ) સહિત મળી અંદાજે ૩૦ ટકાનો વધારો પ્રજાના માથે ઝીંકવામાં આવ્યો છે.
મનપા કમિ. એમ. થેન્નારાસનને રજૂ કરેલા બજેટમાં વર્ષ ૨૦૧૮-૧૯ની આવકમાં ૭૯૫ કરોડની સરકારી ગ્રાન્ટ, ૫૫૦ કરોડ જનરલ ટેક્ષ, ૧૪૯ કરોડનો યુઝર ચાર્જ, ૮૦ કરોડનો વાહન વેરો ૫૩૦ કરોડની નોન ટેક્ષ રેવન્યુ, ૧૧૯ કરોડ રેવન્યુ ગ્રાન્ટ, સબસિડી, કોન્સ્ટીલ્યુશન તેમજ ૧૦૨ કરોડની અન્ય આવક મળી કુલ રૂા.૨૯૬૮ કરોડની આવક અંદાજવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ડ્રાફટ બજેટને જોતા મનપાના સાત ઝોન પૈકી ડ્રાફટ બજેટના કેપિટલ કામોનો સૌથી વધુ લાભ નોર્થ ઝોનને ૬૫ કરોડની સામે ૯૨ કરોડ અને અઠવા ઝોનને ૪૦ કરોડની સામે ૫૪ કરોડની ફાળવણી થતાં આ ઝોનનો લાભ મળ્યો હોવાનું દેખાય રહ્યો છે.
આજરોજ રજૂ થયેલા બજેટ ઉપર દૃષ્ટિ કરીએ તો આવક બેઇઝીઝ બજેટ તરીકે રૂા.૧૬૩૦ કરોડના કુલ ૪૩૩ જેટલા કામોને સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ રેવન્યુ આવકનો અંદાજ રૂા.૨૯૬૮ કરોડ છે. જેની સામે રેવેન્યુ ખર્ચ ૨૯૭૧ કરોડ દર્શાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા બજેટની રૂા.૨૪૩૩ કરોડની આવક સામે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂા.૨૯૬૮ કરોડની આવકનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એક માત્ર સુરત મહાનગર પાલિકાએ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જનો સૌ પ્રથમ સુરત શહેરમાં ઉમેરો કરતા આ ચાર્જીસના પ્રણેતા તરીકે સુરત મહાનગર પાલિકાના નામે દાખલ થયો છે.
આ અંગે મ્યુ. કમિ. એમ.થૈન્નારાસનએ આજરોજ બજેટ વિશે માહિતી આપતા જણાવેલ કે પર્યાવરણ જાગૃત્તિ માટે સુરત શહેરમાંથી સૌ પ્રથમ એન્વાયરમેન્ટ ચાર્જીસનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેનાથી શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત્તા આવે અને આ બાબતે લોકો પાસેથી લઘુદર વસુલવામાં આવશે તો પાલિકાની તિજોરીમાં વર્ષે દહાજે ૧૮થી ર૦ કરોડ જેટલાની આવક પણ મનપાની તિજોરીમાં આવશે તે માટે લઘુત્તમ દરો પણ આવ્યા હતા જે નીચે મુજબ છે.