(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.ર૯
વિસાવદરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર સ્ટાફમાં ૧૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા, તેમના પત્ની નિશાબેન અને પુત્ર રાજનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યરે વિસાવદર પોલીસ મથકમાં છેલ્લા ત્રણેક દિવસમાં એક ડ્રાઈવર, એક ટ્રાફિક કોન્સ્ટેબલ, બે હોમગાર્ડ અને બે મહિલા પોલીસકર્મી સહિત ૬ કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.વંથલી પોલીસ મથકમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. અહીં ફરજ બજાવતા ૩ર પોલીસકર્મીના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી ૮ પોલીસકર્મીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. જ્યારે ર૪ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોપીના ટેસ્ટ કરાવવા માટેની કામગીરી સંભાળતા એક પોલીસકર્મીનો રિપોર્ટ સૌપ્રથમ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં આજે જૂનાગઢ શહેરમાં ૧૭, ગ્રામ્ય વિસ્તારમાં ૧ અને વંથલીમાં એક કેસ સામે આવ્યો છે. જ્યારે કેશોદમાં ૩, માળિયા, માણવદર, માંગરોળ અને વિસાવદરમાં બેઅબે મળીછને ૧૦ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૩૯ દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.