વંથલી, તા.ર૧
દેશમાં વધતા દુષ્કર્મના કેસો ખાસ કરીને જમ્મુ કશમીરના કઠુઆની ૮ વર્ષની બાળા આસીફા પ્રકરણ , ઉતર પ્રદેશના ઉન્નાવની બાળા પર દર્દનાક બળાત્કાર ગુજારી તેના પિતાને મારી નાખવાની ઘટના, ગુજરાતના સુરત અને રાજકોટમાં પણ બાળાઓ પર બળાત્કારની ઘટના સામે આવતા સમગ્ર દેશમાં ફીટકારની લાગણી વરસી રહી છે. ત્યારે વંથલી ખાતે હિન્દુ -મુસ્લિમ એકતા મંચ દ્વારા વિશાળ મૌન રેલી કાઠી આ ધટના ઓ સામે વિરોધ પ્રર્દશન કરવામાં આવેલ છે.
વધુમાં આજે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આપેલ આવેદન પત્રમાં હિન્દુ – મુસ્લિમ એકતા મંચે અનેક માગણીઓ રજૂ કરી છે. જેમા ખાસ કરીને આ ઘટનાઓ માનવતાને શર્મશાર કરે તેેવી છે. આ પ્રકારની ઘટનાઓ રોકવામાં ભારત સરકાર સદંતર નિષ્ફળ નિવળી છે. જેથી સરકારે જવાબદારી સ્વીકારી ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવો જોઈએ , જમ્મુમાં ધારાસભ્યોએ આસીફાના આરોપીઓને સર્મથન કર્યું તે બન્ને ધારાસભ્યોને તાત્કાલીક સસ્પેન્ડ કરવા જોઈએ , આ તમામ ઘૃણાસ્પદ ઘટનાઓમાં આરોપીઓને ફાંસીની સજા કરવી જોઈએ અને આ ઘટનાઓનો ભોગ બનેલ બાળાઓના પરિવારોને સરકાર તરફથી રપ-રપ લાખ રૂપિયાનો તાત્કાલીક વળતર ચુકવવા અને આ પ્રકારની હિચકારી ઘટનાઓને રોકવા પોસ્કોના કાયદાની સજામાં વધારો કરી ફાંસીની સજાની જોગવાઈ કરવા જેવી અનેક માંગો કરવામાં આવેેલ હતી. આ રેલી વંથલી બસ્ટેન્ડ વિસ્તાર થઈ મુખ્ય બજાર આઝાદ ચોક, બોરડી ચોરા, પટેલ ચોક જેવા રાજ માર્ગો પર ફરી નાયબ કલેકટર કચેરીએ પહોંચી હતી જ્યાં નાયબ કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવેલ. આ રેલીમાં મુસ્લિમ અગ્રણીઓ ઈરફાન શાહ સોહરાવદી, વલી મહમદ દલ, યાસીન અગવાન, બાવામીયા બાપુ સૈયદ, રાષ્ટ્રીય દલિત મહાસંઘના મુકેશ ચૌહાણ, રમેશ વાણવી, કારાભાઈ વાણવી પાટીદાર સમાજના મહેશભાઈ ભુત, સિંધી સમાજના નંદલાલ બખ્તયાપુરી, તાલુકા પંચાયત પ્રમુખ બટુકભાઈ, નગર પંચાયત વંથલીના પ્રમુખ સિરાજ વાજા સહિતના હિન્દુ – મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા.