પોર્ટએલિઝાબેથ, તા. ૧ર
દ.આફ્રિકાના સ્પિનર ઈમરાન તાહિરે આરોપ લગાવ્યો છે કે ચોથી વન-ડે દરમ્યાન એક ભારતીય પ્રશંસકે તેના પર વંશીય ટિપ્પણી કરી જેની દેશના ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી દીધી છે. દ.આફ્રિકાના મેનેજર મોહમ્મદ મૂસાજીએ કહ્યું કે ઈમરાન તાહીર ૧રમાં ખેલાડીની ભૂમિકા નિભાવી રહ્યો હતો. ત્યારે તેની વિરૂદ્ધ વંશીય ટિપ્પણી કરવામાં આવી તેણે ડ્રેસીંગરૂમની સામે ઊભેલા સુરક્ષાકર્મીઓને આ વિશે જણાવ્યું અને સુરક્ષાકર્મીઓ ટિપ્પણી કરનાર વ્યક્તિને જોવા ગયા તેમણે કહ્યું કે ઈમરાને જે જણાવ્યું તેના અનુસાર તે એક ભારતીય પ્રશંસક હતાં. તાહીરે જણાવ્યું કે જ્યારે તે બ્રેક દરમ્યાન આવુ કરતો તો આ પ્રશંસક તેની વિરૂદ્ધ ટિપ્પણી કરતો હતો. મુસાજીએ કહ્યું કે સીએસએ આની તપાસ શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે જ્યારે તાહીર ત્યાં ગયો તો અમુક શબ્દોની અદલાબદલી થઈ. પરીસ્થિતિને સામાન્ય કરવા માટે તેમણે તેને ત્યાંથી હટાવી દીધો અને તેને ડ્રેસીંગરૂમમાં લઈ આવ્યા મુસાજીએ કહ્યું કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા તાહીર પર કોઈ દંડ ફટકારવાનો નથી કારણ કે બોર્ડે તેનું નિવેદન સ્વીકારી લીધું છે. તેમણે કહ્યું અમને જે જણાવ્યું છે તેના અનુસાર કોઈપણ મારામારી થઈ નથી અને ના તો આ ઘટનામાં કોઈ બાળક સામેલ હતું જેવું કે સોશિયલ મીડિયા પર આવ્યું છે. ફેસબુક પર એક વીડિયો આવ્યો છે જેમાં તાહિરની પ્રશંસકનો એક સમૂહ સાથે જીભાજોડી થઈ હતી. જેમાંથી એક પ્રશંસકે ભારતીય ટીમની ટી-શર્ટ પહેરી હતી.
વંશીય ટિપ્પણીથી ભાંડ્યા બાદ ઈમરાન તાહીરની ભારતીય પ્રશંસક સાથે જીભાજોડી : તપાસ શરૂ

Recent Comments