સિદ્ધપુર, તા.૨
વકફ આસિસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા વકફના કાયદાની સાદી અને સરળ સમજ આપતી માહિતી પુસ્તિકા “વકફ સહાયક”નું વિમોચન કરાયું હતું. જેમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મેમ્બર શફી મદની, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈકરામભાઈ મિરઝા, જમાતે ઈસ્લામી હિન્દના ઉંમરભાઈ વ્હોરા, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન કડીના સિટી ચેરેમેન કાદરભાઈ મેમણ, સી.એ. મુબશ્શીર મહેંદી હાજર રહ્યાં હતા. તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા વીડિયો કોલિંગ તથા ઓડિયો મેસેજ મારફતે શુભેચ્છાઓ આવી હતી.
વકફ સહાયકમાં વકફના કાયદાની સરળ સમજ તેમજ નવા વકફ ટ્રસ્ટની નોંધણી કરાવવાના ફોર્મ તેમજ બંધારણ તથા વકફ ટ્રસ્ટમાં ફેરફાર કરવા માટેના ફોર્મ અને તેની સાથેનું સોગંદનામું વકફ ટ્રસ્ટનું રેકર્ડ માંગવાનું ફોર્મ તથા વકફ મિલકતના ભાડા કરાર લેખ કેવી રીતે કરવા તે માહિતીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તેવું વકફ સહાયકના લેખન તથા સંકલનકર્તા અને વકફ કમિટીના કન્વીનર ઉંમરદરાઝ ચશ્માવાલાએ તેઓના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું.
વકફ આસિસ્ટન્સ કમિટીના ટ્રસ્ટી પીર સૈયદ ખાલીદમિયાં નકવી અલ હુસેનીએ આસિસ્ટન્સ દ્વારા વકફ સહાયક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ પીરે તરીકત હઝરત સૈયદ મોહંમદઅલી બાવા દ્વારા કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનોે આભાર વ્યક્ત કરી દુઆ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી અબ્દુલરઝાક ચશ્માવાલા અને મીરખાન મકરાણીએ આયોજન કરેલ હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હુઝેફા ઉજ્જૈની દ્વારા કરવામાં આવ્યું હતું. વકફ સહાયકથી લોકોને ખૂબ જ લાભ થશે અને સમાજ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ડૉ.બિલાલહુસેન મેમણે કાર્યક્રમના અંતે લોકોને સમજ આપી હતી.
Recent Comments