અમદાવાદ, તા.૧૬
ગુજરાત હાઈકોર્ટે આજે વકફ બોર્ડની રચના અંગેની ‘સેવા વકફ પ્રોપર્ટી મૂવમેન્ટ ગુજરાત દ્વારા કરાયેલ રિટની સુનાવણી ચીફ જસ્ટિસ અને જસ્ટિસ પંચોલીની કોર્ટે હાથ ધરેલ. આજે સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે, વકફ બોર્ડની રચના રાજ્ય સરકાર ફક્ત ૧૦ દિવસમાં કરશે.
ચૂંટણી કરવી પડે જે ૧૦ દિવસમાં શક્ય નથી !
વકફ કાયદા પ્રમાણે ચાર ભાગમાં વહેચાયેલી આ પદ્ધતિઅનુસાર ૧) એક રાજ્યના મુસ્લિમ એમ.પી (૨) ચૂંટાયેલા એક મુસ્લિમ ધારાસભ્ય (૩) ચૂંટાયેલા એક મુસ્લિમ બાર કાઉન્સિલના વકીલ. આજે ગુજરાત રાજ્યના એક જ મુસ્લિમ જ. એમ.પી. એહમદ પટેલ છે જ્યારે કુલ ત્રણ મુસ્લિમ ધારાસભ્ય અંદર-અંદર નક્કી કરી લેતા હોય છે. આમ, મુસ્લિમ એમપી અને ધારાસભ્યની નિમણૂક બાદ એક મુસ્લિમ બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યની નિમણૂક થાય પરંતુ હજુ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી તા.૨૮/૩/૨૦૧૮ રોજ રાખેલ છે માટે તા.૨૮/૩/૨૦૧૮ પહેલાં વકફ બોર્ડની રચના શક્ય નથી. વળી ભૂતકાળમાં ચૂંટાયેલા વકીલ અને ધારાસભ્ય વિગેરે બોર્ડમાં હોવા છતાંય વકફ બોર્ડ સામે ઘણા આરોપ થયેલ અને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવેલ.
આ ત્રણ જગ્યા પુરાયા બાદ એક ચોથી વ્યક્તિ ની નિમણુક પણ ખૂબ અગત્યની છે અને એ છે “મુત્તવલ્લી”. આ મુત્તવલ્લીની નિમણૂક ખૂબ સમય લઇ લે તેમ છે ! હજૂ રજીસ્ટર થયેલ તમામ વકફ સંસ્થાઓનું લીસ્ટ તૈયાર કરી તેમની મતદાર યાદી બનાવી જે વકફનો વાર્ષિક હિસાબ એક લાખ કરતા વધારે હોય તેવા રજીસ્ટર થયેલ વકફના મુત્તવલ્લી “ચૂંટણી લડી શકે અને વકફ સંસ્થાઓએ ચૂંટેલા મુત્તવલ્લી”ને ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં સ્થાન આપવામાં આવે છે. આમ, વકફ બોર્ડના ચાર સભ્યો ઉપરોક્ત પદ્ધત્તિ પ્રમાણે ચૂંટાઈ આવેલા હોય છે. ત્યારબાદ રાજ્ય સરકાર અન્ય ત્રણ વ્યક્તિઓની નિમણૂક કરે (૧) મુસ્લિમ સ્કોલર/આલીમ, (૨) સરકારી અધિકારી જેમને ઇસ્લામિક કાયદા અંગેની જાણકારી હોય અને (૩) તેજસ્વી અથવા પ્રતિષ્ઠિત મુસ્લિમ; આ ઉપરાંત ૨ મહિલા સભ્યોની નિમણૂક પણ અનિવાર્ય છે. આ તમામ સભ્યો એક વ્યક્તિને ચેરમેન તરીકે ચૂંંટે અને આ રીતે ચૂંટાયેલ વ્યક્તિની નિમણૂક “વકફ બોર્ડના ચેરમેન” તરીકે મંજૂર થાય. ચેરમેનની નિમણૂક પણ શક્ય નથી કારણ કે, આ ચારેય ચૂંંટાયેલ વ્યક્તિઓ જે વ્યક્તિને ચૂંટે એ જ ચેરમેન બની શકે ! માટે ફક્ત ૧૦ દિવસમાં વકફ બોર્ડની રચના કરી શકાય નથી. વળી વકફ બોર્ડમાં ૨ સભ્યો મહિલા કાયદેસર હોવી જરૂરી છેે.
(૧) મુસ્લિમ સ્કોલર, (૨) સરકારી અધિકારી જેમને ઇસ્લામિક કાયદા અંગેની જાણકારી હોય અને (૩) તેજસ્વી અથવા પ્રતિષ્ઠિત મુસ્લિમ જેમની નિમણૂક રાજ્ય સરકારે કરવાની હોય છે. દરમિયાન હાઈકોર્ટે રિટ તા.૨/૪/૨૦૧૮ના રોજ રાખેલ છે.