વકીલ મેહમૂદ પ્રાચા

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૬
અનેક માનવ અધિકાર જૂથો અને વરિષ્ઠ વકીલો એડવોકેટ મહેમૂદ પ્રાચાના બચાવમાં આવ્યા છે, જેમની ઓફિસ પર ગુરુવાર અને શુક્રવારે લગભગ ૧૫ કલાક સુધી દરોડા પાડવામાં આવ્યા હતા અને શોધખોળ કરવામાં આવી હતી. ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે તેમની ઓફિસની શોધખોળ શરૂ કરનારી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના લોકોએ શુક્રવારે ૨.૩૦ વાગ્યા સુધી તેમની કામગીરી ચાલુ રાખી હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ દરોડા અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “પહેલા તેઓ કાર્યકરો માટે આવ્યા, પછી તેઓ વિદ્યાર્થીઓ માટે આવ્યા, પછી તેઓ ખેડૂતો માટે આવ્યા; હવે તેઓ તેમના વકીલો માટે આવી રહ્યા છે; આગળ તેઓ તમારા માટે આવશે. શું તમે આને લોકશાહી કહેશો ? આપણે બધાએ સાથે મળીને આના માટે લડવું પડશે.” સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે આ દરોડાની નિંદા કરતા કહ્યું કે, ‘‘દિલ્હીના અનેક રમખાણોનો ભોગ બનેલા કેસો લડનારા મહેમૂદ પ્રાચાના કાર્યાલય પર દરોડા કાનૂની રજૂઆતના અધિકારના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો છે. “બધા વકીલોએ આની નિંદા કરવી જ જોઇએ.” પ્રાચાની ઓફિસ પર દરોડા અંગે ચિંતા વ્યક્ત કરતાં જાણીતા એડવોકેટ અને કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, “મહેમૂદ પ્રાચાની ઓફિસમાં શોધખોળ અંગે હું ખૂબ જ વ્યગ્ર છું. બાર દ્વારા વહેલી તકે આ મનસ્વી ત્રાસનો મુદ્દો ઉઠાવવો જોઇએ.’’ દિલ્હી સરકારના સ્થાયી સલાહકાર રાહુલ મેહરાએ આ દરોડાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, “મારા શ્રી મહેમૂદ પ્રાચા સાથે વ્યાવસાયિક મતભેદો હોઈ શકે છે પરંતુ વકીલની કચેરી પર આ રીતે દરોડા પાડવામાં આવે તે ખૂબ જ નિંદાકારક છે. અપેક્ષા રાખીએ કે વહેલા મોડા સદબુદ્ધિ પ્રાપ્ત થાય.” એસોસિયેશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઇટ્‌સ (છઁઝ્રઇ)એ પણ વકીલ મહમૂદ પ્રાચાના કાર્યાલય પર દિલ્હી પોલીસના દરોડાની નિંદા કરી હતી. છઁઝ્રઇના રાષ્ટ્રીય મહામંત્રી મલિક મોઆતસીમખાને કહ્યું કે, “પ્રાચાના કાર્યાલય પર દરોડાઓ દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે. દિલ્હી પોલીસ તેના રાજકીય આકાઓના ઇશારે કામ કરી રહી છે અને નિર્દોષ લોકોને ફસાવી રહી છે. ૨૦૨૦ના દિલ્હી રમખાણોનો ભોગ બનેલા લોકોને કાયદાકીય સહાય આપવામાં પ્રાચા મોખરે રહ્યા હતા અને તેઓ રમખાણોમાં પોલીસની ભૂમિકાની ટીકા કરતા હતા.” તેમણે જણાવ્યું કે પ્રાચા માત્ર તેમની વ્યાવસાયિક ફરજ બજાવી રહ્યા છે. પોલીસે તેમના પરિસરમાં પાડેલો દરોડો એ તદ્દન “અનધિકૃત અને મનસ્વી” હતો. તેમણે કહ્યું કે, “સરકારે આવી બદલો લેનારી ક્રિયાઓથી દૂર રહેવું જોઈએ અને રમખાણોનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવો જોઈએ. સરકારે પીડિતોના અવાજને સમર્થન આપવું જોઈએ અને તેમને દબાવવા જોઈએ નહીં.”