છાપી, તા.૮
વડગામ તાલુકાના છાપી ખાતે છેલ્લા બે વર્ષ થી વસવાટ કરતો મૂળ ઉત્તર પ્રદેશના ભીઉરા ગામ નો અમરનાથ વસાવા (ગુપ્તા) દ્રારા પોતાની જ્ઞાતિ છુપાવી ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસી નું પ્રમાણપત્ર મેળવી સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કર્યા નું તપાસ માં બહાર આવતાં નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાત દ્રારા પોલીસ મથકે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પી.એ. અમરનાથ વસાવા છાપી ખાતે નાગરિકતા બિલના વિરોધમાં મંજૂરી ન હોવા છતાં રેલી કાઢી માણસો એકત્રિત કરી ચક્કાજામ સહિત પોલીસવાન ને ઉઠલાવવા ના પ્રયાસ સહિત રાયોટિંગ ના ગુના માં છેલ્લાં ત્રણ માસ થી પાલનપુર સબજેલ માં બંધ છે. જેની ઉંડાણ પૂર્વક પોલીસ દ્રારા તપાસ હાથ ધરતા પૂછપરછ માં અમરનાથ વસાવા આદિવાસી સમાજ નો ન હોવા નું બહાર આવ્યું હતું જેથી પોલીસ ટીમો દ્રારા સઘન તપાસ હાથ ધરતા આરોપી ઉત્તર પ્રદેશ હોવાનો ઘટસ્પોટ થયો હતો દરમિયાન અમરનાથ આદિવાસી નહિ પણ ગુપ્તા એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ( ઓ.બી.સી.વર્ગ ) માં આવતી શાહુ તૈલી જાતિ નો હોવા નું બહાર આવ્યું હતું. તે ખોટા દસ્તાવેજ ના સહારે ચૂંટણીકાર્ડ સહિત રાશન કાર્ડ બનાવી તાપી જિલ્લા માં આદિવાસી ઓ ના નેતા બની જુદા જુદા પ્રાદેશિક રાજકીય પાર્ટી ઓને સમર્થન કરવા સાથે આદિવાસી આગેવાન છે તેવી ઓળખ આપી સામાજિક કાર્ય કરી છાપી ખાતે છેલ્લા બે વર્ષ થી રહેતો હતો. પ્રમાણપત્ર ઉભા કરી આદિવાસી બનનાર સામે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.