(સંવાદદાતા દ્વારા) છાપી, તા.૨૩
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થી તીડો આક્રમણ કરી રવિ પાક નો સોથ વાળી દેતા ખેડૂતો માથે આભ તૂટી પડ્યા જેવો ઘાટ સર્જાયો છે જિલ્લાના ના સરહદી વિસ્તાર ના ગામો માં હાહાકાર મચાવી તીડો ના ઝુંડ વડગામ તાલુકા ના ગામો માં છેલ્લા બે ત્રણ દિવસ થી પ્રવેશ કરવા સાથે પડાવ નાખતા જગતનો તાત મુંઝવણ માં મુકાયો છે. વડગામ તાલુકા ના મેગાળ, ટીંબાચૂડી , મગરવાડા , મેમદપુર , માલોસણા મોરિયા, ધનાલી સહિત ના ગામો માં તીડ ના ઝુંડ ખેતરો માં પડાવ નાંખતા ખેડૂતો ના જીવ તાળવે ચોટવા સાથે ખેતી માં મોટું નુકશાન થયા ના સમાચાર મળી રહ્યા છે તીડ ના આક્રમણ ના સમાચાર મળતા ખેતીવાડી અધિકારી જશુભાઈ ઠાકોર ગ્રામસેવક એમ. આર. ચૌધરી સહિત ની ટિમો દ્રારા તકેદારી રાખી તીડો સામે પાક ને રક્ષણ મળે તેવા ઉપાયો કરવા સાથે દવાઓ છાંટવા ની કામગીરી હાથ ધરવા સાથે નુક્શાસની નો સર્વે પણ હાથ ધર્યો હતો જ્યારે તીડો ના ઝુંડ ને ભગાડવા ખેડૂતો દ્રારા અવનવા નુક્શા અપનાવા સાથે થાળી વગાડવા સાથે ધુમાડો કરવા માં આવી રહ્યો છે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના તાલુકા ઓમાં માં તીડો એ હાહાકાર મચાવી વડગામ તાલુકા માં અનેક ગામો માં પડાવ નાખવા સાથે તાલુકા ના પૂર્વ ના ગામો માંથી સમી સાંજે તીડો એ માર્ગ બદલી ટીંબાચૂડી , માલોસણા થઇ ફરી પાછા પાલનપુર તાલુકાના કાણોદર વિસ્તાર માં પ્રવેશ કર્યો હોવાનું ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું
નુકસાનીનું વળતર આપવા માંગ
વડગામ તાલુકા ના ગામો માં તીડો ના ઝુંડો એ ખેતરો માં પાક ને મોટું નુકશાન કરતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે આ બાબતે જિલ્લા ડેલીગેટ અશ્વિન સક્સેના દ્રારા રાજ્ય સરકાર ને પત્ર લખી તાત્કાલિક સર્વે કરી ખેડૂતો ને નુક્શાની નું વળતર આપવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું
સ્પ્રે છાંટવાની કામગીરી હાથ ધરાઈ
વડગામ તાલુકા ના અનેક ગામડાઓમાં તીડો ના ઝુંડ દેખાતા ખેતીવાડી અધિકારી જશુભાઈ ઠાકોર સહિત ની ટિમ દ્રારા તીડ પ્રભાવિત ગામો માં મશીન દ્રારા દવા છાંટવા ની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું અને જયાં જયાં તીડો દેખાવવા માં આવે છે ત્યાં દવા છાંટી મારવા ની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
વડગામ તાલુકાના અનેક ગામોમાં તીડનું આક્રમણ : જગતનો તાત ચિંતિત બન્યો

Recent Comments