ઉના,તા.૬
ગીરગઢડા તાલુકાનાં નાના એવા વડવિયાળા ગામની સેવા સહકારી મંડળીનાં સત્તાધિશોએ તેમની સતાનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ ભારતીય કિશાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે જિલ્લા રજીસ્ટાર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામેલ છે.
વડવિયાળા સેવા સહકારી મંડળીના પ્રમુખ દ્વારા મંડળીમાં ગેરરીતી આચરવામાં આવતી હોય છે. જેમાં ખેડૂતોના ધીરાણ મેળવવા ૬ સભ્યોનો ઠરાવ કરી જિલ્લા બેકને મોકલેલ છે. પરંતુ ઉના તાલુકા માર્કેટીંગયાર્ડની ચૂંટણી આવતી હોવાથી મંડળીના પ્રમુખ ૬ નામને બદલે વધારાનાં ૯ નામ ઉમેરી ખોટી રીતે ૧૫ નામની યાદી આપેલ છે. આ મંડળીએ યાર્ડની ચૂંટણીમાં ખદટા મત ઉભા કરી રાજકીય ધાક જમાવવા ગેરરીતી કરેલ છે. તેજ તા.૩/૭/૨૦૧૭નાં રોજ વડવિયાળા તા.પં.ના સભ્ય ભરતભાઇ રૂપાલા ભીખાભાઇ લીંબાણી સહિતનાં આગેવાનો મંડળીની ઓફિસે સભ્યોની યાદી માંગવા ગયેલ અને આ અંગેની લેખિત અરજી આવેલ પરંતુ તેમની મરજી મુજબ અરજી ફાડી નાખેલ હતી. તો અરજછ ફાડી નાખવાનું કારણ શું હોઇ શકે આ અંગેની વિષ્તૃત રજૂઆત જિલ્લા રજીસ્ટારને કરવામાં આવેલ છે. અને સહકારી મંડળીમાં જે ખોટાનામ જાહેર કરેલ તે તમામ નામો રદ કરવા માંગણી કરેલ હતી. આ સમગ્ર બાબતે વડવિયાળા સેવા સહકારી મંડળીના મંત્રીના ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે મંડળીના પ્રમુખ કનુભાઇએ નામ મોકલવામાં ગોટાળો કર્યો છે.