(એજન્સી) તા.૧૪
મંગળવારે સાંજે દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા રૂા.ર૦ લાખ કરોડના પેકેજ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે તેને ફકત મીયિાને આપવામાં આવેલી હેડલાઈન ગણાવી હતી. કોંગ્રેસ નેતા શશિ થરૂરે બુધવારે આ આર્થિક પેેકેજ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવેલો આત્મનિર્ભર ભારત મિશન બીજું કશું નથી પરંતુ મેક ઈન ઈન્ડિયાની નવી આવૃત્તિ છે. થરૂરે હિન્દીમાં ટિ્‌વટ કરી કહ્યું હતું કે નએ નામ સે વહી પુરાના શેર બેચ ગએ સપનો કે વો ફિર સે ઢેરોંઢેર બેચ ગએ #MakeInIndia is nowઆત્મનિર્ભર ભારત, કુછ ઓર ભી નયા થા કયા ? કોંગ્રેસના વધુ એક નેતા જયરામ રમેશે પણ ટિ્‌વટ કરી વડાપ્રધાન મોદીના રૂા.ર૦ લાખ કરોડના પેકેજની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાના ઉદ્દેશ સાથે રૂા.ર૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.