(એજન્સી) કોલકાતા, તા.૩૧
દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ છે. તેવી જ રીતે મમતા બેનરજીએ બંગાળમાં રાજ્ય સુરક્ષા સલાહકારનો હોદ્દો ઊભો કર્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભાલ કામ કરી રહ્યા છે. અંગ્રેજી અખબાર ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ મમતા બેનરજીએ રાજ્ય સુરક્ષા સલાહકાર (એસએસએ) તરીકે ડીજીપી સુરજીતકર પુકારાપસ્થની નિમણૂક કરી છે. તેમને સુરક્ષા અને પ્રવર્તન જેવી મહત્ત્વની જવાબદારીઓ સોંપાઈ છે.
રાજ્ય સુરક્ષા સલાહકાર મુખ્ય સુરક્ષા સલાહકારની સાથે સાથે સુરક્ષા મુદ્દાઓ અને કર્મીઓ સાથે જોડાયેલ પ્રતાપો અંગે પણ હસ્તક્ષેપ કરવાની સત્તા અપાઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સુરક્ષા સલાહકારનો હોદ્દો મંત્રીથી ઓછો નથી. પહેલાં ડીજીપી અને ગૃહસચિવ આ જવાબદારીઓ સંભાળતા હતા. હવે આ સત્તા સુરક્ષા સલાહકાર પાસે રહેશે. સલાહકાર રાજ્ય ખુફિયા ગ્રીડ માટે બેંક તંત્ર પ્રદાન કરશે. સલાહકાર સીધો રિપોર્ટ મુખ્યમંત્રીને કરશે. સલાહકારની મુદ્દત ૩ વર્ષ માટે છે. ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંગે મુખ્યમંત્રીના સચિવ નિમ્યા હતા. પરંતુ પંજાબ હાઈકોર્ટે તેને ગેરકાયદેસર જાહેર કરી હતી. યુપીમાં માયાવતીને શશાંક શેબરને કેબિનેટ સચિવ બનાવ્યા હતા. બંગાળના નવા સુરક્ષા સલાહકાર હાલમાં ડીજીપી તરીકે નિવૃત્ત થયા છે. તેમને ર૦૧૬માં બે વર્ષનું પ્રમોશન અપાયું હતું. કોલકાતા પોલીસ કમિશનર પછી તેમને ડીજીપી બનાવાયા હતા.