(એજન્સી) નવી દિલ્હી,તા. ૩
શું વડાપ્રધાન આજે સવારે રાષ્ટ્રને એકત્રિત કરવાની વધુ એક તક ફરી ચૂકી ગયા છે ? નિષ્ણાતોને ખાદ્ય વસ્તુઓની અછત સર્જાવાનો ભય છે, રક્ષણાત્મક સાધનો કે ઉપકરણોની અછત અંગે ડોક્ટરોમાં રોષ ભભૂકી રહ્યો છે અને અર્થતંત્ર પર ભારે બેરોજગારી અને મંદીનો ભય તોળાઇ રહ્યો છે, રવિવારે ૯ મિનિટ સુધી મીણબત્તી, દિવા પ્રગટાવવા, ટોર્ચ અને ફ્લેશલાઇટ ચાલુ કરવાની પીએમની અપીલથી કેટલાક લોકો ખુશ થયા નથી. વડાપ્રધાનના ટીકાકારો કહી રહ્યા છે કે પીએમે કોવિડ-૧૯ સાથે જોડવામાં આવી રહેલા કલંક અને અંધશ્રદ્ધા સામે બોલવા, આત્મહત્યા તરફ દોરી જતી બાબતો અને ભાડે રહેતા મેડિકલ પ્રોફેશનલ્સને મકાન માલિકો દ્વારા ઘરેથી બહાર કાઢવા અંગે બોલવા માટે ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવેલા તેમના રાષ્ટ્ર સંબોધનનો પીએમ ઉપયોગ કરી શક્યા હોત. પોતાના વતન પરત આવી રહેલા પરપ્રાંતિય કામદારોને કેટલાક રાજ્યોમાં જેલભેગા કરવામાં આવી રહ્યા છે આ બાબતે પણ વડાપ્રધાન તેમના સંબોધનમાં બોલી શક્યા હોત. કેટલાક ટિ્‌વટરાતીઓએ જણાવ્યું છે કે દિવા અને મીણબત્તીઓ સળગાવાથી કાર્બન મોનોક્સાઉડ ઉત્પન્ન થશે -સીઓ શબ્દ કોરોનામાંથી સીઓ દૂર કરશે. તો શું બાકી રહેશે માત્ર રોના, જે હાનિકારક છે.