કૃષિ સુધારા કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા “ભારત બંધ”નાં એલાન સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રમોદીના વતન વડનગરમાં આજે વિવિધ બજારોમાં આવેલી દુકાનો બંધ રાખી વેપારીઓએ ખેડૂતોને જબ્બર સમર્થન આપ્યું હતું. “ભારત બંધ”નાં પગલે વડનગરના બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.