(સંવાદદાતા દ્વારા) કોડીનાર તા.૨૧
કોડીનારમાં રહેતા એક સાધારણ નાના ખેડૂત જગુભાઈ રામસિંહભાઈ પરમાર ખેતી કરી ગુજરાન ચલાવે છે.જેને સંતાનો માં ૨ દીકરા અને ૧ દીકરી છે જેમાં સૌથી મોટો પુત્ર સ્વ.અજીતસિંહ શારીરિક ફિટનેસ સારી હોવાથી વર્ષ.૨૦૧૭ માં દેશ સેવા માટે અને પરિવાર ની આજીવિકા માટે સી.આર. પી.એફ માં જોડાયેલ અને ત્યાર બાદ કોબ્રા કમાન્ડો માં પસંદગી પામેલ જે બિહાર ના ગયા ખાતે સી.આર.પી. એફ.ની કોબ્રા ૨૦૫ બટાલિયનમાં ફરજ બજાવતા હતા અજીતસિંહ જગુભાઈ પરમાર પોતાના લગ્ન હોવાથી એક મહિના ની રજા લઈ નવી દિલ્લી થી ૧૩/૧૧ ના ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ નં. ૦૨૯૫૨ માં સવાર થઈ કોડીનાર તેમના ઘરે આવી રહ્યા હતા અને તે જ દિવસે સાંજે તેમની મંગેતર સાથે છેલ્લી વાત થયા બાદ તેમનો કોઈ સંપર્ક ન થતા પરીવારજનો એ અજીતસિંહ પરમાર ની ગુમશૂદા ની નોંધ પોલીસ માં કર્યા બાદ મુંબઈ રેલવે સ્ટેશન થી અજીતસિંહ પરમાર નો સામાન મળી આવતા તેમના પરીવારજનોએ અજીત સિંહ ની સઘન શોધખોળ શરૂ કરતાં આ દરમિયાન મધ્યપ્રદેશના આલોટ ના થુરિયા ગામ પાસે રેલવે ટ્રેક નજીક એક મૃતદેહ મળી આવતા તેના ફોટો થી આ મૃતદેહ અજીતસિંહ નું હોવાનું પ્રાથમિક નજરે જોવા મળતા તેમના પરીવારજનો તા.૧૬/૧૧ ના સવારે આલોટ પોહચી સ્થાનીક પોલીસ તંત્ર માં અજીતસિંહ ના તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજૂ કરતા રેલવે ટ્રેક થી મળી આવેલ મૃતદેહ અજીતસિંહ પરમાર નું જ હોવાનું ખુલતા અને સ્થાનિક પોલીસે મૃતદેહ ને લાવારીશ સમજી દફનાવી દીધા નું જણાવતા પરીવાર જનોએ અજીતસિંહના મૃતદેહ અને પી.એમ રિપોર્ટ ની માંગણી કરતા શરૂઆતમાં પોલીસે મૃતદેહ સોંપવાનો ઇનકાર કરતા પરીવારજનોએ અજીતસિંહ નો મૃતદેહ દેશ ની સંપત્તિ હોવાનું અને તે એક કમાન્ડો હોય તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરી તેનું મૃત્યુ નું કારણ જાણવા માંગ કરતા છેવટે તંત્ર એ દફનાવેલું મૃતદેહ બહાર કાઢી પરીવાર ને સોંપતા તેમના શરીર પર કોઈ પી.એમ કર્યા ના કોઈ નિશાન ના જોવા મળતા હાજર પરિવારજનો અને સ્થાનિક કરણી સેનાએ ભારે વિરોધ કરતા આખરે જીલ્લા હોસ્પિટલમાં પેનલ પી.એમ.કરવામાં આવ્યું હતું.અને આ કમાન્ડો ના મૃતદેહ ને અંતિમયાત્રા માટે કોડીનાર લવાયો હતો જેની અંતિમ વિધિ બાદ આજે તેમના પિતા જગુભાઈ પરમાર તેમજ કોડીનાર તાલુકા કારણી સેના, કોડીનાર તાલુકા સરપંચ સંઘ,કિસાન એકતા સમિતિ ,સમસ્ત બ્રહ્મસમાજ, ગુજરાત કોળી સેના, વાલ્મીકિ સમાજ,ધારાસભ્ય મોહનભાઇ વાળા,હરિ ૐ સેવા સંસ્થાન,શહેર કોંગ્રેસ સમિતિ,તાલુકા ભારતીય જનતા પાર્ટી, બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ,યુવા શકતી એજ્યુકેશન સહિત ૧૯ જેટલી સંસ્થા અને હોદ્દેદારો એ સાથે મળી કોબ્રા કમાન્ડો સ્વ.અજીતસિંહ ને શહીદ નો દરરજો આપવો તેમનું મૃત્યું હત્યા હોવાનું આક્ષેપ કરી આ અંગે ની તાપસ સી.બી.આઇ મારફત કરાવવી અને બનાવ સ્થળ ના તપાસ અધિકારીઓ એ દાખવેલ બેદરકારી અને નિષ્કાળજી બદલ લાગતા વળગતા તમામ અધિકારીઓ ને સસ્પેન્ડ કરી શિક્ષાત્મક પગલાં લેવા ની માંગણી કરતું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને સંબોધી ને પાઠવ્યું હતું.
કોડીનાર ની વિવિધ સમાજ અને સંસ્થાઓએ પાઠવેલા આવેદનપત્ર માં સ્વ.અજીતસિંહ પરમાર નું અકસ્માત મૃત્યુ નહિ પરંતુ આ એક હત્યા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે જે સ્થળે થી લાશ મળી તેવા નાના સ્ટેશનો ઉપર રાજધાની એક્સપ્રેસ સ્ટોપ કરતી નથી,અને ટ્રેન હાઈ સ્પીડ હોય ચાલુ ટ્રેને દરવાજો ખોલી શકાય તે હકીકત માની શકાય તેમ ન હોય અને જે સ્થળે આ બનાવ બન્યો છે તે વિસ્તાર લૂંટફાટ અને ગુંડાગીરી તરીકે જાણીતો હોય ટ્રેનમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓ સાથે સંઘર્ષ માં મારીને લૂંટારાઓ એ ચાલુ ટ્રેને ફેંકી દીધા હોવાની દિશા માં પણ તપાસ કરવા માંગ કરી મધ્યપ્રદેશ પોલીસ અને ત્યાંની સ્થાનિક સરકારી દવાખાના ના ડોકટરો એ બિન વારસી લાશ મળ્યા બાદની કાયદા ની જોગવાઈઓનો સરેઆમ ઉલ્લંઘન કરી કોઈપણ કાયદાકીય પ્રકિયા ને અનુસર્યા સિવાય અને પી.એમ.કર્યા વિના લાશ ને દફનાવી સમગ્ર બનાવ ને અકસ્માતમાં ખપાવી દેવા પોતાની ફરજ માં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી અને ડોકટરો ને સસ્પેન્ડ કરી તપાસ કરવા માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અજીતસિંહ ની અંતિમ યાત્રાની જેમ આવેદનપત્ર પાઠવવામાં પણ સ્વયંભૂ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
Recent Comments