ગુજરાતીમાં રર, હિન્દીમાં ૪ અને અંગ્રેજીમાં ૩ પુસ્તકો પ્રકાશિત થયા
અમદાવાદ, તા.૧૪
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે દેશ-વિદેશના અસંખ્ય લેખકોએ પુસ્તકો લખ્યા છે; પરંતુ ગુજરાતના જ એક લેખક દિનેશ દેસાઈએ નેરન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં ર૯ પુસ્તકો લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ લેખકે ગુજરાતી ભાષામાં રર, હિન્દીમાં ૪ અને અંગ્રેજીમાં ૩ એમ કુલ ર૯ પુસ્તકો લખ્યા છે. જે છેલ્લા નવ વર્ષમાં પ્રકાશિત થયા છે.
કોઈ એક વ્યક્તિ વિશેષ વિશે કોઈ એક જ લેખકે બે પાંચ કે સાત પુસ્તકો લખ્યા હશે પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં બે ડઝનથી વધુ પુસ્તકો લખ્યા હોય તેવું બન્યું નથી. દિનેશ દેસાઈ એકમાત્ર લેખક છે જેમણે ત્રણ ભાષામાં ર૯ પુસ્તકો લખ્યા છે. દિનેશ દેસાઈના ર૯ પુસ્તકોમાં જુદી-જુદી થીમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મોડલ વિશે, કિશોરો માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો, નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે.
વર્ષ ર૦૧૧માં દિનશ દેસાઈનું પ્રથમ પુસ્તક ‘આપણા સૌના નરેન્દ્રભાઈ’ પ્રગટ થયું હતું. તેનો તેમણે જ ‘હમારે નરેન્દ્રભાઈ’ નામે હિન્દીમાં અનુવાદ કર્યો હતો. ત્યારબાદ આજ પુસ્તક અંગ્રેજીમાં ‘અવર બિલવ્ડ નરેન્દ્રભાઈ’ શીષર્કથી પ્રગટ થયું હતું. આ હિન્દી પુસ્તકને હિન્દી સાહિત્ય અકાદમી (ગુજરાત)ના અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યું છે. દિનેશ દેસાઈના મુખ્ય પુસ્તકો જોઈએ તો વિકાસ પુરૂષ નરેન્દ્રભાઈ, ગ્રેટ ગુજરાત ગ્લોબલ ગુજરાત, નરેન્દ્ર મોદીનો વિચાર વૈભવ, ગાંધી માર્ગે ગુજરાત, માનવતાનો મંત્ર : નરેન્દ્ર મોદી, બ્રાન્ડ ગુજરાત, ભવ્ય ગુજરાત, આ છે નરેન્દ્ર મોદી, અમારી નજરે નરેન્દ્રભાઈ મુખ્ય છે.
Recent Comments