અમદાવાદ, તા.૩૧
નર્મદા ટેન્ટ સિટીની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લીધી હતી અને ખુલ્લું મૂક્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ અને વીવીઆઈપી માટે રજવાડી ટેન્ટ બનાવવામા આવ્યા છે. આ ટેન્ટ તમામ સુવિધાથી સજ્જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાતે આવનાર પ્રવાસીઓને આ ટેન્ટ સિટીની સુવિધા મળશે. એકંદરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી અને પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ખુલ્લો મુક્યો હતો. ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ માટે રાજ્યના દરેક પ્રવાસનની માહિતી મેળવી શકે તે હેતુથી ટેન્ટ સિટી રિસેપ્શન શરૂ કરાયું છે.