(એજન્સી) નવી દિલ્હી,તા.૧૨
સરકારી સૂત્રોએ આ આરોપોને ખોટા બતાવ્યા છે કે ત્રણ કૃષિ કાયદાને લાવતા પહેલા તેની પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી નથી અને ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. ઉચ્ચ સરકારી સૂત્રો મુજબ સરકારે કાયદો લાવતા પહેલા અને લાવ્યા પછી પણ ખેડૂત સંગઠનો અને તેમના પ્રતિનિધિઓ સાથે સતત વાતચીત કરી છે જેથી કાયદામાં જરૂર પડવા પર સુધારો કરી શકાય. પોતે વડાપ્રધાન મોદીએ આ કાયદા વિશે જાગરૂતતા ફેલાવવાનું કામ હાથો હાથ કર્યું. જો વડાપ્રધાન મોદીની વાત કરીએ તો તે આ સુધારાઓ વિશે રપથી પણ વધુ વખત બોલી ચુકયા છે. તેમણે આ સુધારાઓની જોગવાઈઓ વિશે વિસ્તારથી જણાવ્યું. ખેડૂતોને તેનાથી કેવી રીતે લાભ મળશે. આ બતાવ્યું કાયદાઓ સાથે સંબંધિત શંકાઓ અને આશંકાઓને દુર કરી તેમણે તમામ વર્ગોની સામે વાત કરી. તેમાં ખેડૂત અને ગ્રામીણ ક્ષેત્રના લોકો ઉપરાંત વૈશ્વિક રોકાણ અને મનની વાત પણ સામેલ છે. આ સુધારાઓ વિશે તેમણે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી સંબોધનમાં પણ જણાવ્યું અને બિહારની ચૂંટણી રેલીઓમાં પણ જયાં જનતાએ એનડીએને આશીર્વાદ આપ્યા. કૃષિ કાયદાઓની વિરૂદ્ધ સુપ્રીમકોર્ટ પહોંચ્યું ખેડૂત સંગઠન, મનમાના કાયદાને રદ કરવાની માગ કરી. સુધારાઓની જાહેરાત પહેલા કૃષિ મંત્રાલયે વિવિધ નિષ્ણાતો અને પૂર્વ અધિકારીઓ સાથે ચર્ચા કરી. કેટલાક પ્રગતિશીલ ખેડૂતો અને માર્કેટ અધિકારીઓ પાસેથી પણ ફિડબેક લેવામાં આવ્યા. વીડિયો કોન્ફરન્સ દ્વારા અનેક એફપીઓ સાથે બેઠક કરવામાં આવી. સુધારાઓની જાહેરાત પછી કૃષિ મંત્રી તોમરે રાજયોના કૃષિ મંત્રીઓ, વિવિધ ખેડૂત સંગઠનો, રાજનૈતિક પાર્ટીઓ, આડતિયા સમૂહો અને ઉદ્યોગ સમૂહો સાથે ચર્ચા કરી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વર્કશોપમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે પણ સંપર્ક કર્યો અને તેમને વેબીનાર તેમજ ટ્રેનીંગ દ્વારા આ સુધારાઓ વિશે માહિતી આપી. જૂન અને નવેમ્બર ર૦ર૦ની વચ્ચે કુલ ૧,૩૭,૦પ૪ વેબીનાર દ્વારા ૯ર,૪ર,૩૭૬ ખેડૂતો સાથે સંપર્ક સાધવામાં આવ્યો તે ઉપરાંત ઓકટોબર મહિનામાં ર.ર૩ કરોડ એસએમએસ મોકલવામાં આવ્યા. ત્રણ ડિસેમ્બરે પણ કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. પાંચ ડિસેમ્બરે ફરી એક વખત તોમર, ગોયલ અને સોમ પ્રકાશની પંજાબના ખેડૂત સંગઠનો સાથે બેઠક થઈ સૂત્રો મુજબ માટે આ ધારણા ખોટી છે કે સરકારે ચર્ચા કરી નથી.