(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અમારી સીમાઓના રક્ષણની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે, તેઓ લદ્દાખની સ્થિતિ વિશે દેશને વિશ્વાસમાં લે.
કોંગ્રેસ પાર્ટીના લદ્દાખમાં બલિદાન આપનાર સેનાના જવાનોને સન્માન આપવાના અભિયાન દરમિયાન વીડિયો મેસેજ દ્વારા પ્રશ્ન કર્યું છે કે, ક્યાં કારણે અમારા દેશના ૨૦ સૈનિકો શહીદ થયા જ્યારે વડાપ્રધાન કહે છે કે, ચીને અમારી જમીન ઉપર કબજો કર્યો નથી.
આજે ભારત-ચીન સીમા ઉપર કટોકટી જેવી પરિસ્થિતિ પ્રવૃત્તિ રહેલ છે ત્યારે સરકાર અમારી સીમાઓના રક્ષણની જવાબદારીમાંથી છટકી શકે નહીં. એમણે ‘સ્પીક અપ ફોર અવર જવાન’ અભિયાન અંતર્ગત એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું.
એમણે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન કહે છે કે, ભારતીય સીમામાં કોઈ ઘૂસણખોરી થઈ નથી, પણ બીજી બાજુ નિષ્ણાંતો સેટેલાઈટ ની તસવીરો જોયા પછી કહે છે અમારી સીમાઓમાં ચીનના સૈનિકોની ઘૂસણખોરી સ્પષ્ટ દેખાય છે.
ક્યારે અને કઈ રીતે મોદી સરકાર ચીન પાસેથી લદ્દાખની જમીન પછી મેળવશે ? શું લદ્દાખમાં અમારી ક્ષેત્રીય સ્વતંત્રતાનું ભંગ ચીન દ્વારા કરવામાં આવ્યું છે ? શું વડાપ્રધાન બોર્ડરની પરિસ્થિતિ બાબત દેશને વિશ્વાસમાં લેશે.
ગાંધીએ કહ્યું કે, સરકારે સેનાને સંપૂર્ણ સમર્થન અને સત્તા આપવી જોઈએ, એમણે કહ્યું કે, ‘આ જ સાચી દેશ ભક્તિ” ગણવામાં આવશે.’