નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લદ્દાખની ગલવાન વેલીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ર૦ ભારતીય સૈનિકોના શહીદ થવાને લઈને બુધવારે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આવો કેમ કે, દેશનું સાર્વભૌમત્વ ખતરામાં છે. તેમણે એ પણ કહ્યું કે, હવે ચીનનો સામનો કરવાનો સમય આવી ગયો છે. પ્રિયંકાએ ટ્‌વીટ કર્યું, ‘‘આપણી ધરતી માતા, આપણી સાર્વભૌમત્વ ખતરામાં છે. આપણા સૈનિકો શહીદ થઈ રહ્યા છે. શું આપણે ચૂપ બેસી રહીશું?’’ તેમણે કહ્યું ભારતની જનતાને સત્ય જાનણવાનો અધિકાર છે, તેને એવા નેતૃત્ત્વની દરકાર છે જે આપણી જમીન છીનવાથી પહેલા પોતાનો જીવ આપવા તૈયાર હોય સામે આવો નરેન્દ્ર મોદીજી ચીનનો સામનો કરવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખની ગલવાન વેલીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ર૦ ભારતીય સૈનિકોના શહીદ થવાની પુષ્ઠભૂમિમાં બુધવારે સવાલ કર્યા કે, આ મામલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? તેમણે એ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે આવીને દેશને હકીકત બતાવે અને અમે બધા તમારી સાથે છીએ. ગાંધીએ એક વીડિયો જાહેર કરી કહ્યું, બે દિવસ પહેલા ભારતના ર૦ સૈનિકો શહીદ થયા. તેમને તેમના પરિવારથી છીનવી લેવામાં આવ્યા છે. ચીને આપણી જમીન કબજે કરી છે. પ્રધાનમંત્રીજી તમે ચૂપ કેમ છો? તમે શું છુપાવી રહ્યા છો? કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘‘પ્રધાનમંત્રીજી ચૂપ કેમ છો? હવે બહુ થઈ ચુક્યું. અમને આ જાણવાની જરૂરત છે કે, શું થયું છે. આપણા સૈનિકોની હત્યા કરવાની હિંમત ચીનની કેવી રીતે થઈ? આપણી ભૂમિ પર કબજો કરવાની તેની હિંમત કેવી રીતે થઈ.’’