(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૬
શહેરમાં ઇલેકટ્રીક ટ્રામ દોડાવવાની વિચારણા ચાલી રહી છે. સ્માર્ટ સીટી સ્માર્ટ અર્બન ટ્રાન્સપોર્ટ ફેસીલી ઉભી કરવા આ પ્રોજેકટની ચર્ચા કરાઇ હતી. ચાઇનાનાં ચેંગયાંડ જિલ્લાનાં જીહોંગપીંગ રોડ સ્થિત સીઆરઆરસી સિફાન્ગ લિ. કંપની ઇલેકટ્રીક ટ્રામ, મેટ્રો, હાઇસ્પીડ રેલવે અને મોનોરેલનાં પ્રોજેકટ કરે છે. કંપનીનાં અર્બન રેપીડ ટ્રાન્ઝીસનાં યુનિટ ડેપ્યુટી મેનેજર ચેન ઝીયા અને માર્કેટીંગ તથા સેલ્સ ડાયરેકટર ચેન્ઝીયા ઝાન સહિતનું ડેલિગેશન શહેરની મુલાકાતે આવ્યું છે. આ ડેલીગેશનને ગુરૂવારે મેયર ભરત ડાંગર, ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિ તથા સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ, ડા. જિગિષાબેન શેઠ, મ્યુનિ. કમિ. ડો. વિનોદ રાવ, સિટી એન્જિ. પી.એમ. પટેલ સહિતની કોર્પોરેશનની ટીમ સમક્ષ ટ્રામનાં પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. એરપોર્ટ સર્કલથી ચકલી સર્કલ, વડસર, તરસાલી, વાઘોડિયા રોડ થઇને એરપોર્ટ સર્કલ સુધીનાં ૨૫ કિ.મી. લાંબા રીંગ રોડ કે વિશ્વામિત્રી રીવરફ્રન્ટનાં ૨૦ કિ.મી.ના પટ્ટામાં આ ઇલેકટ્રીક ટ્રામ દોડાવવાની કોર્પોરેશનની વિચારણા છે. ડેલીગેશને આજે સાઇટની મુલાકાત લીધી હતી. અમદાવાદ અને સુરતમાં બીઆરટીએસની બસો માટે જુદી જગ્યા ફાળવવામાં આવી છે. તેવી રીતે મેટ્રોમાં અમદાવાદ અને દિલ્હીમાં અલગ જગ્યા ફાળવાઇ છે. પરંતુ ટ્રામ માટે કોઇ જગ્યા ખુલ્લી કરવામાં આવતી નથી.
એરપોર્ટ સર્કલ આવતા ૪૦ કિ.મી.નાં આશરે ૨૦ કિ.મી.નાં વિશ્વામિત્રી રીવરફ્રન્ટને સમાંતર મેટ્રો દોડાવવાની શકયતા છે. આશરે એકાદ મહિનામાં રીપોર્ટ તૈયાર થયા બાદ ખર્ચ વગેરેની જાણકારી મળી શકશે. આ પ્રોજેકટ સંદર્ભે કંપની સાથે જોડાયેલા એક અધિકારીનાં જણાવ્યા મુજબ ટ્રામ માટે રોડ પર મેટલની લાંબી પટ્ટી ફિટ કરવામાં આવે છે. અને તેનાં ટ્રામ દોડે છે. ટ્રામ પસાર થયા બાદ રોડનો ઉપયોગ રાબેતા મુજબ થઇ શકે છે. વળી ટ્રામ માટે રોડની જગ્યા કપાતી નથી.