(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેરના અકોટા રેલ્વે ફાટક પાસે ઝુપડામાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેમાં એકલવાયી જિંદગી જીવતી વૃદ્ધા ભડથું થઇ ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર અકોટા સ્મશાન જવાનાં રસ્તા પર રેલ્વે ફાટક પાસે ઝુપડામાં ૭૦ વર્ષીય વૃદ્ધા એકલવાયું જીવન જીવતા હતા. આજે વહેલી સવારે અચાનક ઝુપડામાં આગ લાગી હતી અને ઝુપડું ભડભડ સળગી ગયું હતું. આ આગમાં ઝુપડામાં રહેતી વૃદ્ધા ભડથું થઇ ગઇ હતી. બનાવની જાણ થતા દોડી ગયેલ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લઇ ગંભીર રીતે દાઝી ગયેલ વૃદ્ધાને સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં તબીબે તેણે મરણ પામેલ જાહેર કરી હતી.
વડોદરાઃ અકોટા રેલવે ફાટક પાસે ઝૂંપડામાં આગ લાગતાં વૃદ્ધા ભડથું

Recent Comments