(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
આજોડ ગામે રહેતા માનસિક બીમારી ધરાવતા યુવાને ગઇકાલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવને પગલે પરમાર પરિવારમાં આઘાતની લાગણી વ્યાપી ગઇ હતી.
વડોદરા શહેર નજીક આવેલ આજોડ ગામના દિનેશ મંગળભાઇ પરમાર (ઉ.વ.૨૦) પરિવાર સાથે રહેતો હતો. તેઓ પહેલેથી જ માનસિક અસ્વસ્થતાની બીમારી ધરાવતો હતો. તેઓ હાલના તબક્કે કોઇ કામગીરી કે પ્રવૃત્તિ કરતા હતા. જેથી તેમની માનસિક બીમારી વધી જવા પામી હતી. માનસિક બીમારીની સારવાર ચાલુ હોઇ પરંતુ તેની કોઇ ઝાઝી અસર થતી ન હતી. ગઇકાલ રાત્રે તેઓએ ઘરે એકલા હતા તે વખતે ઘરનાં રૂમમાં દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ પરિવારોને થતા તેઓએ તાલુકા પોલીસ મથકે કરી હતી. તાલુકા પોલીસે બનાવ સ્થળે પહોંચી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.