વડોદરા, તા.૧૦
વડોદરા શહેરમાં દાંડિયા બજાર બદામડી બાગ સામે આવેલ ખાનકાહે રિફાઈયા ખાતે પીરે તરીકત સજ્જાદાનશીન હઝરત અલ્હાજ સૈયદ શાહ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની નિગરાનીમાં તા.૧૪મીથી તા.૧૭ નવેમ્બર, ૨૦૨૦ દરમિયાન હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ્મારૂફ ઉર્ફે અમીરમિયાં રિફાઈ (ર.અ.)ના ૧૮૦માં ઉર્સની ઉજવણી હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની મહામારીને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સેનિટાઈઝેશન વગેરે જેવી માર્ગદર્શિકા મુજબ ખૂબ જ મર્યાદિત જનસંખ્યામાં પરંપરાગત રીતે તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ સાથે આ ઉર્સ શરીફ સંપૂર્ણપણે સાદગીપૂર્વક ઉજવાશે. જ્યારે આ ઉર્સની જાહેર ઉજવણી સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે તમામ મુરીદો-અનુયાયીઓ, ભાવી-ભક્તો, શ્રદ્ધાળુઓ અને અકીદતમંદોને પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં જરૂરી સહયોગ આપવા સજ્જાદા નશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબે સહુ કોઈને હૃદયસ્પર્શી અપીલ કરી છે.