વડોદરા, તા.૮
ગોરવા વિસ્તારમાં રહેતા અને ધો-૧૧માં ભણતી કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
ગોરવામાં આવેલી આશિયાના પાર્ક સોસાયટીમાં આફરીન બાનું રહેતી હતી તે ધો.૧૧માં અભ્યાસ કરતી હતી. ત્યાર બાદ આફરીન બાનુંએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોને જાણ થતા તેને છાણી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પીએમ કરવાનું હોવાથી મૃતદેહ એસએસજીના કોલ્ડ રૂમમાં મૂકાયો હતો.