વડોદરા, તા.૫
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ હત્યા પ્રકરણમાં ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે ગાંધીનગર ઝ્રૈંડ્ઢ ક્રાઇમ આરોપીને લઇને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. આરોપીઓ જે પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તે જ પોલીસ સ્ટેશનમાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમ લઇને પહોંચતા જોવા માટે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. હત્યાના એક વર્ષ પછી આજે શેખ બાબુનું કંકાલ મળશે. શેખ બાબુ હત્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા મા પીઆઇ, પીએસઆઇ અને અન્ય ૪ પોલીસ જવાનોને વડોદરા કોર્ટમાં રજૂ કરીને સીઆઇડી ક્રાઇમે દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસ મથકમાં ઘટનાનું સ્કિન્સ્ટ્રક્શન કરાયું આરોપીઓંએ બાબુ શેખને પોલીસ મથકના આ રૂમમાં બાંધીને માર માર્યો હતો અને તેના મૃત્યુ બાદ તેની લાશને ક્રેવી રીતે લઈ જવામાં આવી હતી અને લાશને આ સ્થળે લઇ જઇને નિકાલ કરવામાં આવ્યો છે, તે અંગેની માહિતી મેળવવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમ વડોદરા આવી પહોંચી છે. નોંધનીય છે ક્રે, પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા શેખ બાબુની લાશ હજી સુધી મળી નથી. શેખ બાબુની લાશનો પતો મેળવવા માટે સીઆઇડી ક્રાઇમ આરોપીઓને વડોદરા લઇને આવી છે. પોલીસ મથકમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયા બાદ આરોપીને લઇને પોલીસ લાશનો પતો મેળવવા રવાના થઇ હતી.
ગાંધીનગર ઝ્રૈંડ્ઢ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગીરીશ પંડયાએ જણાવ્યું હતું કે, બાબુ શેખની જ્યાંથી અટકાયત કરી હતી. ત્યાંથી લઇને લાશનો ક્યાં નિકાલ કરાયો છે, ત્યાં સુધીના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને વડોદરા લાવવામાં આવ્યા છે. ઘટના સંબંધમાં ખૂટતી કડીઓને જોડવાનીં કામગીરી ચાલી રહી છે. જે સીસીટીવીમાં ગાયબ થયા છે તે મામલે ટેક્નિકલ એજન્સીના સંપર્કમાં છીએ અને સીસીટીવી ફૂટેજ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા લાશનો ક્યાં નિકાલ કર્યો છે અને કેવી રીતે કર્યો તે છે. તે સ્થળનું પણ પંચનામુ કરવામાં આવશે.
મૂળ તેલંગાનાના અને અમદાવાદમાં રહેતા શેખબાબુ નિસાર વડોદરામાં રહેતા તેમના જમાઇને ત્યાં આવ્યાં હતા અને ફતેગંજ પોલીસે શેખબાબુનીં શંકાના આધારે અટકાયત કરી હતી. બીજી તરફ ઘરે પરત ન ફરતા શેખ બાબુના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં તેમની ભાળ મળી શકી ન હતી એટલે તેમની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. બીજી તરફ હાઇકોર્ટમાં રીટ દાખલ કરાયા બાદ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, શેખ બાબુનું પોલીસ સ્ટેશનમાં ટોર્ચર કરાયા બાદ મોત નિપજતાં તેની લાશ સગેવગે કરાઈ છે. એટલે આ બનાવ અંગે આખરે પી આઈ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પીએસઆઈ દશરથ રબારી, ૪ કોન્સ્ટેબલ પંકજ, યોંગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ ચકચારી હત્યા કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ (ગાંધીનગર)ને સોપાતા એસપી ગીરીશ પંડ્યાએ તપાસ હાથ ધરી હતી.