વડોદરા, તા.૧૫
વડોદરા શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રેડ ઝોન તાંદલજા બીએસએફને હવાલે કરી દેવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશથી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે, નાગરવાડા વિસ્તારનું તાંદલજા વિસ્તાર સાથે કનેક્શન બહાર આવ્યું હોવાથી રેડ ઝોન યથાવત રાખવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોલીસ અને બીએસએફ ટીમો તૈનાત કરી દેવાઈ છે.
નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, હજી સુધી તાંદલજા વિસ્તારમાંથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, તેમ છતાં તાંદલજા વિસ્તારને રેડ ઝોનમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાંથી ૩૦ સેમ્પલ લીધા હતા અને આ તમામના રિર્પોટ નેગેટિવ આવ્યા છે.