(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮
દશરથ ગામ ખાતે ગેરકાયદેસરનું અગ્નિશસ્ત્ર પિસ્તોલ (માઉઝર) સાથે આરોપી શૈતાનસિંહ પરમારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો.
શહેરમાં બનતા ગંભીર પ્રકારનાં ગુનાઓ અટકાવવા ગેરકાયદેસરનાં હથિયારો તેમજ અગ્નિશસ્ત્ર શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર ડી.જે. ચુડાસમાનાઓએ સ્ટાફના માણસોને ગંભીર પ્રકારનાં ગુનાઓ કરતાં ઇસમોની પ્રવૃત્તિ ઉપર ખાનગી રાહે વોચ રાખી હતી.
મળેલ ચોક્કસ માહિતી આધારે રવિવારની રાત્રીના દશરથ ગામ ખાતેથી પાણીની ટાંકી પાસેથી ઇસમ નામે શેતાનસિંહ ફતેસિંહ પરમાર (રહે. ગામ દશરથ પાણીની ટાંકી)ને પકડી પાડેલ અને ઝડતી દરમ્યાન તેને કમરનાં ભાગે પેન્ટમાં ખોસી સંતાડી રાખેલ એક અગ્નિશસ્ત્ર પિસ્તોલ (માઉઝર) કીંમત રૂા.૧૦,૦૦૦ની મળી આવતા તે પિસ્તોલ કયાથી અને કોની પાસેથી મેળવેલ તે અંગે પુછતા આ પિસ્તોલ સુરજ ઉર્ફે સુરેશ કૈલાશનાથ ગીરી (રહે. માયકૃતા સોસા. રામજી મંદિર પાસે દશરથ ગામ)નો લાવેલ હોવાનું અને તેના કહેવાથી પોતે રાખતો હોવાની કહીકત જાણવા મળી હતી. વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખેલ હોય પકડાયેલ ઇસમ અને પિસ્તોલ લાવનાર સુરજ ઉર્ફે સુરેશ કૈલાશનાથ ગીરીની વિરૂદ્ધમાં આર્મ્સ એકટ અન્વયે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.