(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
વડોદરા ક્રોરોનાનાં કેરને માત આપનારા ૪૫ વ્યક્તિઓને આવતીકાલે આજવા રોડ ઈબ્રાહીમ બાવાણી આઈટીઆઈ ર્સિથત કોવિડ ક્રેર સેન્ટરમાંથી રજા આપવાની જાહેરાત ઓએસડ઼ી ડો.વિનોદ રાવે કર્યા બાદ આજે નાગરવાડા વિસ્તાર ના ૪૫ દર્દીઓ ને સવારે રજા આપવામાં આવી હતી . કોરોના ને માત આપનાર દર્દીઓ અને કોરોના વોરીયર્સ નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કૅ, કોરોના મુક્ત થયેલા દર્દીઓને પ્લાઝમાં ડોનર બનાવા માટે પ્રેરીત કરવામાં આવનાર છે.
નાગરવાડા રેડ ઝોન જાહેર થયા બાદ આ વિસ્તારમાંથી સંખ્યાબંધ કોરોના પોઝિટીવ ક્રેસ સામે આવતાં ચિંતાજનક ર્સિથતિ સર્જાઈ હતી. જોકે, કોરોના પોઝિટીવ હોવા છતાં ગંભીર લક્ષણો નહીં ધરાવતાં દર્દીઓને આજવા રોડ સ્થિત ઇબ્રાહિમ બાવાણી સંસ્થાન ખાતેના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતાં.
કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં સારવાર હેઠળ રખાયેલા દર્દીઓનાં તાજેતરમાં બે વખત ટેસ્ટ કરાયા હતા. જેમાં બંને વાર નેગેટિવ મળી આવેલાં ૪૫ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું જણાતાં ગુરૂવાર તા. ૨૩ એપ્રિલના રોજ આ દર્દીઓને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાલે જાહેરાત બાદ આજે નગરવાફ વિસ્તારના ૪૫ દર્દીઓને રજા આપી દેવાઈ હતી. દર્દીઓ દ્વારા દુનિયામાંથી આ કોરોનાની આફત દૂર થાય અને આ આફત સામે લડી રહેલા તબીબો, સફાઈસેવકો તથા દર્દીની હિફાઝત અને દુનિયામાં ફરી ખુશહાલી આવે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.
કોરોનાને માત આપી ઘરે જઈ રહેલા દર્દીઓને ત્રણ બસ મારફતે તેમના ઘરે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઠેર-ઠેર તેમનું અને કોરોના ફાઈટર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાણી ગેટ વિસ્તારમાં ફૂલ વરસાવી આ દર્દીઓ અને કોરોના ફાઈટર્સ તેમજ પોલીસનું સ્વાગત કરી બિરદાવવામાં આવ્યા હતા. દર્દીઓ નાગરવાડા વિસ્તારમાં પહોંચતા વિસ્તારના રહીશો દ્વારા તાળીઓ, થાળીઓ વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોરોના પીડિતોની સારવાર માટે કોરોના પોઝિટિવ થયા બાદ સ્વસ્થ થયેલાં દર્દીઓના પ્લાઝમા ઉપયુક્ત થાય છે. જેને પગલે કોરોના પીડિતોની પ્લાઝમા સારવારને ધ્યાનમાં રાખીને બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશનની મદદથી કોરોનામાંથી મુક્ત થઈ રહેલાં દર્દીઓને પ્લાઝમા ડોનર બનાવા પ્રેરીત કરવાનો પ્રયાસ કરાશે તેમ જાણવા મળ્યું છે.