વડોદરા, તા.૧૪
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતા પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા તેમજ નવા સ્ત્રોત તરીકે વિકસાવવાનું ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવનાર છે આ અંગે ગાંધીનગર ખાતે નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલે કોર્પોરેશન અને રાજ્ય સરકારના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. સયાજીરાવ ગાયકવાડના સમયથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પ્રજાને પાણી પૂરું પાડવા માટે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર બાંધવામાં આવ્યું હતું. જેમાં પ્રતાપપુરા સરોવરનો પાળો બે વખત તૂટી ગઈ હતી. જેથી છેલ્લા કેટલાય સમયથી પાણીનો સંગ્રહ વધુ કરવામાં આવતો નથી. વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતા પ્રતાપપુરા સરોવરને ઊંડુ કરવા તેમજ પાળાની મજબૂતીકરણ કરવા અને પ્રતાપપુરા સરોવરને પાણીના નવા સ્ત્રોત તરીકે વિકસાવવાનું આયોજન કરવા અંગે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જણાવ્યું કે, ત્યારે પ્રતાપપુરા સરોવર એક નવા પાણીના સ્તોત્ર તરીકે વિકસાવવામાં આવે તે જરૂરી છે કમિશનરના સૂચનને ધ્યાનમાં રાખી નર્મદા રાજ્યમંત્રીએ પ્રતાપપુરા સરોવરના પાણીની ક્ષમતા વધારવાના લાંબાગાળાનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
Recent Comments