વડોદરા, તા.૧૪
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના આજવા રોડ પર આવેલ ચામુંડાનગરમાં રહેતો ઉમેશ પરમાર ગુરૂવારે મોડી સાંજે પોતાની બાઇક લઇને ઘરેથી નિકળ્યો હતો. દરમિયાન તેની બાઇક અને ચપ્પલ ત્રિકમપુરા ગામ પાસેથી પસાર થતી મેઇન નર્મદા કેનાલનાં બ્રિજ પરથી મળી આવ્યા હતા. આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતા તરત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લઇ આજે દિવસ દરમિયાન યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ઉમેશે નર્મદા કેનાલમાં પડતું મુકયું હોવાની શંકાને પગલે કેનાલનાં પાણીમાં તેની શોધખોળ હાથ ધરી હતી.