વડોદરા તા.૧૭,
વડોદરા શહેર નજીક આવેલા રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક આધેડ વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પ્રાપ્ત થતી વિગત અનુસાર પાદરા તાલુકાના પાટોદ ગામનાં રહેવાસી અંબાલાલ ચીમનભાઇ પઢીયાર (ઉ.વ.૬૨)નો મૃતદેહ શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલમાં લાશને જોતા લોકટોળા ભેગા થઇ ગયા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લાશને બહાર કાઢી ગુનો નોંધી લાશને હોસ્પિટલમાં મોકલી આપી હતી. અંબાલાલે આપઘાત કર્યો હતો કે, કેનાલમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.