(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
વડોદરાના વાડી વિસ્તારમાં એક જર્જરીત મકાનનો ભાગ બેસી જતાં મકાનમાં રહેતા બે જણાં દબાયા હતા.
શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં તેમજ આસપાસનાં વિસ્તારોમાં આવેલા ૧ હજારથી વધુ જર્જરીત મકાનો જોખમી બન્યા છે. ત્યારે આજે વહેલી સવારે વાડી બદરી મહોલ્લામાં ૧૦૦ વર્ષ જૂનું એક મકાન ધડાકાભેર તૂટી પડતાં આસપાસનાં રહીશો દોડી આવ્યા હતા. મકાનમાં કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકાના પગલે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશોએ મકાનમાં દબાયેલા મુમતાઝઅલી અને નૂરુનબેન ને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.