વડોદરા, તા.૩
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી. વડોદરા અગ્નિશમન દળના જવાનોએ સલાટવાડા સરકારી વસાહત ખાતે પહોંચી જઈ ગટરમાં પડી ગયેલી ગાયને પહેલા પાણી છાંટીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નહીં નીકળતા આખરે દોરડા વડે બાંધીને ૧પ ફૂટ ઊંડે ફસાઈ ગયેલી ગાયને બહાર કાઢી હતી.