(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે હિટલર શાહી અને ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરતી પોષ્ટ બાદ પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ પદેથી વિકાસ દુબેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરાયા બાદ ફરીથી વિકાસ દુબેએ સોશ્યલ મિડીયામાં પોષ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જો મિલા ઉસી કો મુકંદર સમજલીયા, જો ખો ગયા ઉસે મે ભુલાતા ચલા ગયા. મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફ્રિર્ક કો ધુવે મે ઉડાતા ચલા ગયા.
પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિકાસ દુબેએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટ સામે હિટલર શાહી અને ભ્રષ્ટાચારનો આરોપ મુકતી પોષ્ટ સોશ્યલ મિડીયામાં કરી હતી. ઓ પોષ્ટને પગલે ગુરૂવારે મોડી સાંજે શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટે, મહામંત્રી કેયુર રોકડીયા અને રાકેશ પટેલની હાજરીમાં પ્રદેશ યુવા મોરચાનાં ઉપપ્રમુખ વિકાસ દુબે સાથે ચર્ચા કરી હતી. જેમાં વિકાસ દુબે ભ્રષ્ટાચારનાં આક્ષેપ મામલે માફી માગી હતી. જોકે પ્રદેશ હોદ્દેદારોની સ્થાનિક યુવા મોરચા તરફથી અવગણના થતી હોવાની પણ ટકોર કરવામાં આવી હતી. આ અંગેની પ્રદેશ યુવા મોરચાનાં ઉપપ્રમુખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.